ગુજરાત/ ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ

ગુજરાતએ હાલ ડ્રગ્સને લઈ ને ઉડતા ગુજરાત બની રહ્યું છે. વિશ્વભરમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો માત્ર ગુજરાતમાં પકડાઈ રહ્યો છે. ગુજરાતમાં જે લોકો દારૂ અને ડ્રગ્સ સાથે પકડાય  તેમની સામે કડકમાં કડક કાયદો લગાડવા ની માંગ કરી છે.

Top Stories Gujarat Others
  • ગુજરાત ડ્રગ્સ માફિયાની રાજધાની
  • ધારાસભ્ય લલિત વસોયાના ગૃહ મંત્રી ઉપર આક્ષેપ
  • ગૃહ મંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા
  • ગુજરાતમાં કડક દારૂ બંધી ની માંગ
  • ડ્રગ્સ સાથે પકડાઈ તેની સામે કડક કાયદાની માંગ

ગુજરાત રાજ્યમાં આવેલા વિશાળ દરિયામાંથી માદક પદાર્થો મળવું હવે સામાન્ય ઘટના બની ગઈ છે. અવારનવાર મોટી માત્રામાં રાજ્યના દરિયા માંથી વિવિધ પ્રકારના ડ્રગ મળી આવે છે. જેને લઈ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સીધા જ રાજ્યના ગૃહમંત્રી ઉપર આક્ષેપ કર્યા છે.

રાજ્યમાં પકડાતા ડ્રગ્સને લઈ ને ધારાસભ્ય લલિત વસોયાએ ગૃહ મંત્રી ઉપર આક્ષેપ કર્યા છે. તેમનું કેહવું છે કે ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે. ગુજરાતએ અત્યારે ડ્રગ્સ માફિયાની રાજધાની બની ચુકી છે. ગુજરાતએ હાલ ડ્રગ્સને લઈ ને ઉડતા ગુજરાત બની રહ્યું છે. વિશ્વભરમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો માત્ર ગુજરાતમાં પકડાઈ રહ્યો છે. ગુજરાતમાં જે લોકો દારૂ અને ડ્રગ્સ સાથે પકડાય  તેમની સામે કડકમાં કડક કાયદો લગાડવા ની માંગ કરી છે.

ભૂતકાળની સરકારમાં ક્યારેય આટલી મોટી માત્રામાં ડ્રગ જડપાયું નથી. અત્યારની સરકાર હપ્તા વધારવા માટે ડ્રગ્સ પકડી રહી હોવાનો ખુલ્લો આક્ષેપ કરી રહી છે. તો સાથે તેમણે ગુજરાતમાં કડક દારૂબંધીની પણ માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત રાજ્યમાંથી મોટી માત્રામાં ડ્રગનો જથ્થો મળી આવ્યો છે. ગત સપ્ટેમ્બર માસમાં કચ્છના મુંદ્રા બંદરેથી 21000   કરોડનું ડ્રગ ઝડપાયું હતું તો હાલમાં જ પોરબંદરના દરિયા માંથી NCBએ 2000 કરોડનું ડ્રગ ઝડપી પાડયું હતું.

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

Ahmedabad / સાયન્સ સીટીની મુલાકાત બની સસ્તી, હવે માત્ર આટલા રૂપિયા જ ખર્ચ કરવા પડશે

Life Management / ઘર સળગતું જોઈ પિતા ગભરાઈ ગયા, ત્યારે જ પુત્રએ આવીને એવી વાત કરી કે તેની ચિંતા દૂર થઈ

સીતામઢી / દેવી સીતાના મંદિરમાં છે ચાંદીના દરવાજા, અહીં થયો હતો જન્મ, હવે 251 મીટરની પ્રતિમા સ્થાપિત થશે

Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?