Cricket/ ભારતે બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક આપ્યો

પ્રથમ વનડે મેચમાં જે પણ ખૂટતું હતું, ભારતે તેમાંથી બોધપાઠ લઈને આજે મેદાનમાં ઉતરવું પડશે. સાથે જ કેએલ રાહુલે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે કેપ્ટનશિપ દરમિયાન તેણે બોલરોને સારી રીતે રોટેટ કરવા પડશે.

Top Stories Sports
Untitled 57 8 ભારતે બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક આપ્યો

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી વન-ડે મેચ રમાવાની છે. ભારતનો પ્રયાસ આજની મેચ જીતવાનો રહેશે, કારણ કે જો ભારતીય ટીમ આજની મેચ હારી જશે તો શ્રેણી જીતવાનું સપનું અધૂરું રહી જશે.ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે છ વિકેટે 287 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર 85 અને રવિચંદ્રન અશ્વિન 25 રને અણનમ પરત ફર્યા હતા. વેંકટેશ અય્યરના રૂપમાં ભારતને છઠ્ઠો આંચકો લાગ્યો છે.

હવે અશ્વિન ક્રિઝ પર આવી ગયો છે. શ્રેયસ અય્યર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે. હવે શાર્દુલ ઠાકુર વેંકટેશ અય્યરને સપોર્ટ કરવા વિકેટ પર આવ્યો છે. વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યરે ભારતના સ્કોરને 200ની પાર પહોંચાડ્યો છે. બંને વિકેટ પર મજબૂત લાગે છે. ઝડપી રમતા ઋષભ પંત 85 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. માર્કરામે શસીના બોલ પર તેનો કેચ લીધો હતો.

આ પણ  વાંચો:National / 13 દેશોના નેતાઓની યાદીમાં PM મોદી નંબર વન, અમેરિકી રાષ્ટ્રપતિને છોડ્યા પાછળ

હવે વેંકટેશ અય્યર શ્રેયસ અય્યરને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો છે. કેએલ રાહુલ 55 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મંગળાના બોલ પર દુસૈને તેનો કેચ લીધો હતો. હવે શ્રેયસ અય્યર રિષભ પંતને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો છે. રિષભ પંત બાદ હવે કેએલ રાહુલે પણ અડધી સદી પૂરી કરી લીધી છે.બંને બેટ્સમેન ક્રિઝ પર સ્થિર છે અને ભારતનો સ્કોર ઝડપથી આગળ વધી રહ્યો હોવાનું જણાય છે. ઋષભ પંત અને કેએલ રાહુલે ભારતના સ્કોરને 150ની પાર પહોંચાડ્યો છે. ઋષભ પંતે ઝડપી બેટિંગ કરતા 50થી વધુ રન બનાવ્યા છે. પંત પણ ઝડપથી રનરેટ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ સાથે જ કેએલ રાહુલ પણ અડધી સદીની નજીક છે. પંત દરેક ઓવરમાં મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી ટીમનો સ્કોર આગળ વધે. આ ઓવર સાથે ભારતનો સ્કોર 100ને પાર થઈ ગયો છે. અગાઉ, માર્કરામ પછીની બીજી જ ઓવરમાં કેશવ મહારાજે વિરાટ કોહલીને આઉટ કર્યો અને તેને ખાતું ખોલવાની તક પણ ન આપી. કોહલી કવર ડ્રાઈવ માટે પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેમ્બા વાવુમાના હાથે કેચ થઈ ગયો હતોઋષભ પંતે ઝડપી બેટિંગ કરતા 50થી વધુ રન બનાવ્યા છે. પંત પણ ઝડપથી રનરેટ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે જ કેએલ રાહુલ પણ અડધી સદીની નજીક છે.

આ પણ વાંચો:Gujarat /  ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુનાં કારણે હોટલ-રેસ્ટોરન્ટમાં મંદીનું મોજું

પ્રથમ વનડે મેચમાં જે પણ ખૂટતું હતું, ભારતે તેમાંથી બોધપાઠ લઈને આજે મેદાનમાં ઉતરવું પડશે. સાથે જ કેએલ રાહુલે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે કેપ્ટનશિપ દરમિયાન તેણે બોલરોને સારી રીતે રોટેટ કરવા પડશે. પ્રથમ મેચમાં એવું જોવા મળ્યું હતું કે જ્યારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પિચ પર જામી ગયા હતા ત્યારે રાહુલે કંઈ અલગ કરવાનો પ્રયાસ .

પ્રથમ મેચમાં ધવન અને કોહલીએ શાનદાર યોગદાન આપ્યું હતું. આ બે સિવાય અન્ય બેટ્સમેનોએ પણ પહેલા પીચ પર નજર રાખવાની રહેશે અને પછી શોટ્સ રમવા પડશે. પ્રથમ મેચમાં એવું જોવા મળ્યું હતું કે બેટ્સમેનો આવતાની સાથે જ શોટ રમવાનું શરૂ કરી દેતા હતા. તેઓએ આ ભૂલથી બચવું પડશે. સાથે જ ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. આજે તે લગભગ 3 વર્ષથી ચાલી રહેલા સદીઓના દુષ્કાળનો અંત લાવવા ઈચ્છશે.