Not Set/ CSK એ આસાનીથી DC ને હરાવ્યું, હવે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન સાથે ટક્કર

ગયા વર્ષે આઇપીએલ ચેમ્પિયન બનનારી ચેન્નઇ સુપેરકિંગ્સએ વાઇઝેગમાં થયેલ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપીટલસને 6 વિકેટે હરાવીને આઇપીએલ ની 12મી સીઝનમાં સ્થાન મેળવ્યું છે. ટૉસ જીતીને બોલિંગ કરનારી ચેન્નઈએ તેમના બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર દિલ્હીને 20 ઓવરમાં 147 રન પર જ અટકાવી દીધું હતું.ચેન્નઈએ આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટે મેળવી લીધું હતું.ચેન્નઈના ફાફ […]

Top Stories Sports
arjuo 11 CSK એ આસાનીથી DC ને હરાવ્યું, હવે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન સાથે ટક્કર

ગયા વર્ષે આઇપીએલ ચેમ્પિયન બનનારી ચેન્નઇ સુપેરકિંગ્સએ વાઇઝેગમાં થયેલ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપીટલસને 6 વિકેટે હરાવીને આઇપીએલ ની 12મી સીઝનમાં સ્થાન મેળવ્યું છે.

ટૉસ જીતીને બોલિંગ કરનારી ચેન્નઈએ તેમના બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર દિલ્હીને 20 ઓવરમાં 147 રન પર જ અટકાવી દીધું હતું.ચેન્નઈએ આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટે મેળવી લીધું હતું.ચેન્નઈના ફાફ ડુ પ્લેસી અને શેન વોટ્સને 50-50 રન ફટકાર્યા હતા.ડુ પ્લેસીએ 39 બોલમાં સાત ચોક્કા અને એક છગ્ગો માર્યો.વોટ્સને 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા.

9SATbso3 2 CSK એ આસાનીથી DC ને હરાવ્યું, હવે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન સાથે ટક્કર

દીલ્હી માટે અક્ષર પટેલ, અમિત મિશ્રા અને ટ્રેન્ટ બોલ્ટ 1-1 વિકેટ ઝડપી હતી. દિલ્હી માટે ઋષભ પંતે સર્વાધિક રન કર્યા હતા. પંતે 25 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 38 રનનું યોગદાન આપ્યું હતું. તે સિવાય કોલીન મુનરોએ 27 રન અને શ્રેયસ ઐયરે 18 રન કર્યા હતા.

ચેન્નાઇ માટે દિપક ચહર, હરભજનસિંહ, રવિન્દ્ર જાડેજા અને ડવેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. જયારે ઇમરાન તાહિરે પણ 1 વિકેટ લીધી હતી.

હવે ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટકરાશે.