Not Set/ ગુજરાતમાં વાતાવરણે બદલી પાટલી, વરસાદની સંભાવના સાથે ઠેરઠેર ધૂળની ડમરી

રાજ્યભરમાં તાપમાનનો પારો “તો” બોલાવી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં પણ અચાનક બદલાવ જોવામાં આવી રહ્યો છે. ઠેરઠેર ધૂળની ડમરીઓ સાથે આગામી બે-ત્રણ દિવસ માટે 30 થી 40 કિમીની ઝડપે પવન ફુકાશે તેવી હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. તો ભારે પવન સાથે 14 મે થી 17 મે સુધીમાં અનેક સ્થળો પર ભારે વરસાદની પણ […]

Top Stories Gujarat
વાતાવરણ પલટો ગુજરાતમાં વાતાવરણે બદલી પાટલી, વરસાદની સંભાવના સાથે ઠેરઠેર ધૂળની ડમરી

રાજ્યભરમાં તાપમાનનો પારો “તો” બોલાવી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં પણ અચાનક બદલાવ જોવામાં આવી રહ્યો છે. ઠેરઠેર ધૂળની ડમરીઓ સાથે આગામી બે-ત્રણ દિવસ માટે 30 થી 40 કિમીની ઝડપે પવન ફુકાશે તેવી હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. તો ભારે પવન સાથે 14 મે થી 17 મે સુધીમાં અનેક સ્થળો પર ભારે વરસાદની પણ શક્યતા હોવાની પણ હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે.

વાતાવરણ પલટો1 ગુજરાતમાં વાતાવરણે બદલી પાટલી, વરસાદની સંભાવના સાથે ઠેરઠેર ધૂળની ડમરી

ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

અમદાવાદ સહિતનાં મહાનગરોમાં ગરમીનો પારો વધવાની સંભાવનાં વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં માવઠાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે ત્યારે 16’ મેનાં રોજ ગાજવીજ સાથે વરસાદની પ્રબળ શક્યતા હવામાન વિભાગ દ્રારા દર્શાવામાં આવી છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય

હવામાન શાસ્ત્રીનાં મત મુજબ ગુજરાતમાં જોવા મળી રહેલો વાતાવરણ પલટો રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુંને કારણે જોવા મળી રહ્યો છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરો ધરાવતા તમામ વિસ્તારોમાં પવનોમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાંથી આશિંક રાહત મળશે. તો બીજી તરફ રાજ્યનાં અન્ય વિસ્તારોમાં અંગ દઝાડતો તડકો પોતાનો કહેર વરસાવવાનો ચાલું રાખશે.