Not Set/ ટાઈમ મેગેઝીનમાં મોદી વિરુદ્ધ લખનાર લેખકની સોશિયલ મીડિયામાં ભારે ખિચાઈ, વિકિપીડિયા પેજ પર ‘હુમલો’

ટાઈમ મેગેઝીનમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે લેખ લખનાર લેખક આતીશ તાસીર પર મોદી ભક્તો તૂટી પડ્યા છે.આતીશે ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરી કરી છે જેનું ટાઈટલ છે ઇન્ડિયાસ ડિવાઇડર ઇન ચીફ.. આતીશે આ લેખમાં મોદીની કાર્ય પધ્ધતિ સામે સવાલો ઉભા કરતા હવે તેમને મોદીના ચાહકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.શશાંક સિંહ Chowkidar Shashank Singh @pokershash નામના […]

Top Stories India
arjuo 9 ટાઈમ મેગેઝીનમાં મોદી વિરુદ્ધ લખનાર લેખકની સોશિયલ મીડિયામાં ભારે ખિચાઈ, વિકિપીડિયા પેજ પર 'હુમલો'

ટાઈમ મેગેઝીનમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે લેખ લખનાર લેખક આતીશ તાસીર પર મોદી ભક્તો તૂટી પડ્યા છે.આતીશે ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરી કરી છે જેનું ટાઈટલ છે ઇન્ડિયાસ ડિવાઇડર ઇન ચીફ..

આતીશે આ લેખમાં મોદીની કાર્ય પધ્ધતિ સામે સવાલો ઉભા કરતા હવે તેમને મોદીના ચાહકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.શશાંક સિંહ Chowkidar Shashank Singh @pokershash નામના ભાજપના ચાહકે લખ્યું છે કે આતીશ કૉંગ્રેસના પીઆર મેનેજર તરીકે કામ કરે છે.ટાઈમ મેગેઝીને તેની વિશ્વનિયતા ગુમાવી દીધી છે અને તે ડાબેરીઓનું મુખપત્ર બની ગયું છે.

આતીશની સોશિયલ મીડિયામાં તો ભારે ખિચાઈ થઈ છે સાથે સાથે તેમનું વિકિપીડિયાના પેજ પર પણ અજાણી વ્યક્તિઓ એડીટ કરીને તેમના વિશે ખોટી વિગતો મૂકી હતી.10 મે ના રોજ સવારે 7.59 વાગે આતીશના પેજ પર કરિયરના ઓપશનમાં લખવામાં આવ્યું કે તે કૉંગ્રેસના પીઆર તરીકે કામ કરે છે.

જો કે આતીશના વિકીપીડીયાના પેજ પર ખોટી માહિતીઓ મુકાયા પછી તેને પ્રોટેક્ટ કરી દેવામાં આવ્યું હતું.

ટાઈમ મેગેઝિનમાં લેખ લખનાર આતિશ તાસીર ભારતીય પત્રકાર તવલીનસિંહ અને પાકિસ્તાની રાજકારણી અને ઉદ્યોગપતિ સલમાન તાસીરનો પુત્ર છે. જો કે ત્યારબાદ તવલીન મુંબઈના ઉદ્યોગપતિ અજીત ગુલાબચંદ સાથે લગ્ન વગર મુંબઈમાં રહે છે. આતિશે ફ્રેન્ચ અને પોલિટિકસ સાયન્સમાં બીએ કર્યું છે. આતિશ હમેશા કહેતો કે તેના પિતા હમેશા ભારતને ધિક્કારતા હતા. 2011માં તેના પિતાની હત્યા થઈ હતી.