Not Set/ રાહુલ ગાંધીએ એકવાર ફરી કર્યુ ટ્વીટ, કહ્યુ- ભારત ખોટી રેસ જીતવાના માર્ગ પર

દેશમાં કોરોનાનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે લોકડાઉન હટાવ્યા બાદથી દેશમાં કોરોનાનાં કેસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જ્યાં એક લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે લોકડાઉનનાં […]

India
1239021682fa209b04ac7cb44c38eab6 રાહુલ ગાંધીએ એકવાર ફરી કર્યુ ટ્વીટ, કહ્યુ- ભારત ખોટી રેસ જીતવાના માર્ગ પર
1239021682fa209b04ac7cb44c38eab6 રાહુલ ગાંધીએ એકવાર ફરી કર્યુ ટ્વીટ, કહ્યુ- ભારત ખોટી રેસ જીતવાના માર્ગ પર

દેશમાં કોરોનાનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે લોકડાઉન હટાવ્યા બાદથી દેશમાં કોરોનાનાં કેસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જ્યાં એક લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે લોકડાઉનનાં કારણે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કોંગ્રેસ આ દાવાઓને નકારી રહી છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે એકવાર ફરી સરકાર પર તંજ કસ્યો છે.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ હવે એક ગ્રાફ શેર કરીને કોરોનાનાં વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. આ ગ્રાફમાં લોકડાઉનનાં ચાર તબક્કાનાં કોરોનાનાં આંકડાઓ છે. આ પછી, બીજા ટ્વિટમાં તેમણે એક વિડીયો પોસ્ટ કર્યો છે. જે બતાવે છે કે ભારતમાં કોરોનાનો ગ્રાફ કેવી રીતે વધ્યો અને ચીન જેવા ઘણા દેશો પાછળ રહી ગયા. વિડીયોની સાથે તેમણે લખ્યું કે, ભારત ખોટી રેસ જીતવાના માર્ગ પર છે. ઘમંડ અને અસમર્થતાનાં જીવલેણ મિશ્રણનું પરિણામ એ એક વિનાશક આપદા છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે હાર્વર્ડનાં પ્રોફેસર અને યુએસનાં ભૂતપૂર્વ રાજદ્વારી નિકોલસ બર્ન્સ સાથે વિડીયો ચેટ દ્વારા વાત કરી હતી. બર્ન્સ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે, અમેરિકા અને ચીન જેવા વિશ્વનાં મોટા દેશો પણ કોરોના વાયરસમાં એકબીજાને કેમ સહકાર આપવામાં નિષ્ફળ રહ્યા છે? તેના જવાબમાં નિકોલસ બર્ન્સે કહ્યું, ‘હું ખૂબ નિરાશ છું કે કોરોના વાયરસ સંકટ સામે લડવા માટે યુએસ-ભારતનો કોઈ સહયોગ નથી. આ સમય મહામારી વિરુદ્ધ જી-20 માટે કઇક કરી બતાવવાનો હતો, પરંતુ તે બન્યું નહીં. કારણ એ છે કે ટ્રમ્પ એકતરફી કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.