ઝારખંડ/ પશુ તસ્કરીના વાહનને રોકવા જતા મહિલા પોલીસને કચડી નાંખતા ઘટનાસ્થળે મોત

પશુ તસ્કરોએ વાહન ચેકિંગ દરમિયાન સંધ્યા ટોપનો નામની મહિલા સબ-ઇન્સ્પેક્ટરને કચડીને  નાંખી હતી.

Top Stories India
2 48 પશુ તસ્કરીના વાહનને રોકવા જતા મહિલા પોલીસને કચડી નાંખતા ઘટનાસ્થળે મોત

ઝારખંડની રાજધાની રાંચીથી એક આઘાતજનક ઘટના સામી આવી છે, જ્યાં પશુ તસ્કરોએ વાહન ચેકિંગ દરમિયાન સંધ્યા ટોપનો નામની મહિલા સબ-ઇન્સ્પેક્ટરને કચડીને  નાંખી હતી. ટોપનો ટુપુદાનાને ઓપીના ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આરોપીની ધરપકડ કરી વાહન જપ્ત કરવામાં આવ્યું છે. રાંચીના એસએસપીએ આ જાણકારી આપી. આ ઘટના બુધવારે સવારે 3 વાગે બની હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઈન્સ્પેક્ટરના મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો.

મળતી માહિતી મુજબ ટપુડાણામાં એન્ટી ક્રાઈમ ચેકીંગ હાથ ધરાયું હતું.  ફરજ પરના કોન્સ્ટેબલ સંધ્યા ટોપનોએ પીકઅપ વાનને રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ વાહનને રોકવાને બદલે કારચાલક પોલીસ અધિકારીની ઉપર કાર ચઢાવીને ભાગી ગયો હતો,કારે તેમને કચડી નાંખતા તેમનું મોત નિપજ્યું હતું. જોકે, થોડા સમય બાદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે સિમડેગા પોલીસને આ વિસ્તારમાં પશુ તસ્કરો વિશે માહિતી મળી હતી. જે બાદ આ અંગેની માહિતી રાંચી પોલીસને આપવામાં આવી હતી. રાંચી પોલીસે ખુંટી રાંચી બોર્ડરના તુપુદાના ઓપી વિસ્તારમાં સ્થિત હુલહંડુ નજીક ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બુધવારે વહેલી સવારે ત્રણેક વાગ્યાના સુમારે સફેદ કલરની પીકઅપ વાન પુરપાટ ઝડપે આવતી જોવા મળી હતી. ચેકિંગ પોસ્ટ પર તૈનાત સબ-ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોએ વાહનને રોકવાનો સંકેત આપ્યો, પરંતુ ડ્રાઇવરે વાહન મહિલા ઇન્સ્પેક્ટરની ઉપર ચડાવી દીધું અને દોડવા લાગ્યો. જેના કારણે મહિલા અધિકારી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, ગભરાયેલો ડ્રાઈવર વાહન લઈને ભાગવા લાગ્યો પરંતુ પેટ્રોલિંગ ટીમે તેનો પીછો કર્યો, જેના કારણે તેણે પીકઅપ વાનની ગતિ વધારી દીધી. પરંતુ સ્પીડ વધુ હોવાથી પીકઅપ વાહન રીંગરોડમાં પલટી મારી ગયું હતું. કહેવાય છે કે ઘણા તસ્કરો કારમાંથી કૂદીને ભાગી ગયા હતા. ડ્રાઈવર પોલીસની કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે