Strange/ બહેનપણી સાથે લગ્ન કરવા યુવતીએ કરાવ્યું સેક્સ ચેન્જ, ત્યારબાદ જે થયું એ ચોકાવનાર

યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેને કારણે નારાજ આ યુવતીએ તેની ફ્રેન્ડને તેના જ બર્થડે પર

India
યુવતીએ

@નિકુંજ પટેલ

ચેન્નાઈમાં એક યુવતી એ તેની બહેનપણી પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે આરોપીએ થોડા સમય પહેલા યુવતી સાથે લગ્ન કરવા સેક્સ ચેન્જનું એપરોશન કરાવ્યું હતું. પરંતુ યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેને કારણે નારાજ આ યુવતીએ તેની ફ્રેન્ડને તેના જ બર્થડે પર હત્યા કરી નાખી હતી. બન્ને યુવતી એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને એકબીજાની મિત્ર હતી.

ચેન્નાઈના થાલંબુર વિસ્તારમાં આ ચકચારભરી ઘટના બની હતી. જેમાં એક આરોપીએ તેની બહેનપણીની તેના બર્થડે પર હત્યા કરી નાંખી હતી. આરોપી મૃતકની બહેનપણી હતી. અને બાદમાં તેણે તેની સાથે લગ્ન કરવા સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું હતું અને યુવક બની ગયો હતો. પરંતુ મૃતક યુવતીએ લગ્નનો ઈન્કાર કરતા નારાજ આરોપીએ તેની પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી.

પોલીસે આ બનાવમાં આરોપી વેડ્રીમરનની ધરપકડ કરી છે. વેટ્રીમરને થોડા સમય પહેલા સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું હતું સેક્સ ચેનજ કરાવ્યા પહેલા તેનું નામ પંડી મુરૂગેશ્વરી હતું. પોલીસના જમાવ્યા મુજબ મુરૂગેસ્વરી અને મૃતક યુવતી મદુરાઈની એક ગર્લ્સ સ્કૂલમાં સાથે ભણતા હતા. અને એકબીજાની મિત્ર હતી. બાદમાં મરૂગેસ્વરીએ યુવતી સાથે લગ્ન કરવા પોતાનું સેક્સ તેન્જ કરાવી લીધું. જેને કારણે યુવતીએ વેટ્રીમરન સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ બન્ને એકબીજાના સંપર્કમાં હતા.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બીએસસી કર્યા બાદ યુવતી નોકરી માટે આઠ મહિના પહેલા ચેન્નાઈ આવી ગઈ અને પોતાના કાકા સાથે રહેતી હતી. શનિવારે વેટ્રીમરને યુવતીને ફોન કરીને સાથે સમય વિતાવીએ એમ કહ્યું હતું. બન્નેએ સાથે ફરતા ફરતા કપડા પણ ખરીદ્યા અને તાંબરમ નજીકના એક અનાથાશ્રમમાં પણ ગયા,

પોલીસે વધુમાં કહ્યું હતું કે આરોપીએ યુવતીને મુકી જવા કહ્યું જેમાં રસ્તામાં યુવકે પોમરની એક સુમસાન જગ્યા પર યુવતી સાથે ફોટો પડાવવા કહ્યું. તે સમયે આરોપીએ યુવતીના હાથ પગ બાંધી દીધા અને બ્લેડ વડે તેની ગરદન અને હાથ પર વાર કર્યા. બાદમાં તેની પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. બાદમાં આરોપી ત્યાંતી ફરાર થઈ ગયો.

યુવતીનો અવાજ સાંભળી કેટલાક સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. હોસ્પિટલ જતી વખતે યુવતીએ પોલીસને એક નંબર આપ્યો જે વેટ્રીમરનનો નંબર હતો. પોલીસે તેને બોલાવતા તેણે ઘટનાસ્થળે જઈને યુવતી તેની મિત્ર હોવાનું કહ્યું. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું. જોકે આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે આરોપીની ધધરપકડ કરી લીધી હતી.

પોલીસનું કહેવું છે કે વેટ્રીમરનને તેના કૃત્ય પર પસ્તાવો નથી. તેણે પુછપરછમાં પોલીસને કહ્યું કે તે એ વાતતી પરેશાન હતો કે યુવતીએ તેની સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરી દીધો હતો. છોડા સમય પહેલા તેણે એક ખાનગી હોસ્પિટલમાં સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે યુવતીએ તેને કહ્યું હતું કે તેની સાથે તેનું કોઈ ભવિ,ય નથી. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે યુવતી તેની જ ઓફિસમાં કામ કરતા એક યુવક સાથે નજીકના સંબંધ ધરાવતી હતી તેને કારણે જ આરોપીએ તેને મારવાનો નિર્ણય લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: