નવી દિલ્હી/ PM મોદીના નામે વિશ્વ રેકોર્ડ, YouTube પર આવું કરનાર વિશ્વના પ્રથમ નેતા

પીએમ મોદીએ YouTube પર પણ સબસ્ક્રાઇબર્સની બાબતમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2023 12 26T180131.168 PM મોદીના નામે વિશ્વ રેકોર્ડ, YouTube પર આવું કરનાર વિશ્વના પ્રથમ નેતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનું પ્રભુત્વ યથવાત જોવા મળી રહ્યું છે. એક તરફ, પીએમ મોદી એપ્રુવલ રેટિંગમાં વિશ્વભરના નેતાઓને પાછળ છોડી રહ્યા છે, તો બીજી તરફ, પીએમ મોદીએ YouTube પર પણ સબસ્ક્રાઇબર્સની બાબતમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ 20 મિલિયન એટલે કે 2 કરોડ સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. પીએમ મોદી આ વિશેષ દરજ્જો મેળવનાર વિશ્વના પ્રથમ નેતા છે.

અરબોમાં મળ્યા વ્યુઝ

પીએમ મોદીએ યુટ્યુબ પર અપલોડ કરેલા વીડિયોને અત્યાર સુધીમાં 4.5 અરબ એટલે કે 450 કરોડ વ્યૂઝ મળ્યા છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબર, વીડિયો વ્યૂ અને ક્વોલિટીના મામલે રાજકીય નેતાઓમાં સૌથી આગળ છે. તેમની ચેનલ વ્યૂઝ અને સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ તેમના ભારતીય અને વૈશ્વિક સમકાલીન લોકોની YouTube ચેનલોને પાછળ છોડી ગઈ છે.

હું પોતે યુટ્યુબર છું – પીએમ મોદી

થોડા મહિના પહેલા જ પીએમ મોદીએ યુટ્યુબ ફેનફેસ્ટ ઈન્ડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ પોતે યુટ્યુબર છે. પીએમએ કહ્યું હતું કે તેઓ પોતે છેલ્લા 15 વર્ષથી યુટ્યુબ દ્વારા દેશ અને દુનિયા સાથે જોડાયેલા છે. પીએમ મોદીએ યુઝર્સને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું- “મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મારા તમામ અપડેટ્સ મેળવવા માટે બેલ આઇકોન દબાવો”.

અન્ય પ્લેટફોર્મ પર પણ પીએમનું પ્રભુત્વ

યુટ્યુબ ઉપરાંત, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પીએમ મોદીની મોટી ફેન ફોલોઈંગ છે. પીએમ મોદીના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર 94 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય પીએમ મોદીના ઈન્સ્ટાગ્રામ પર 82.7 મિલિયન ફોલોઅર્સ છે. જો ફેસબુકની વાત કરીએ તો પીએમ મોદીના 48 મિલિયન ફોલોઅર્સ છે. તે જ સમયે, પીએમ મોદીની તેમની Whatsapp ચેનલ પર 12.6 મિલિયન ફોલોઅર્સ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી