Not Set/ જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહ ડોડિયાનો પાર્થિવદેહને તિરંગામાં લપેટી અમદાવાદ લવાયો, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો હયો.એરપોર્ટ પર શહીદ  દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા હતા. એરપોર્ટ પર દિલીપસિંહ પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને સાથે સાથે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આપને જણાવી દઈએ […]

Top Stories Ahmedabad Gujarat
fcsdj જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહ ડોડિયાનો પાર્થિવદેહને તિરંગામાં લપેટી અમદાવાદ લવાયો, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ,

જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો હયો.એરપોર્ટ પર શહીદ  દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા હતા.

એરપોર્ટ પર દિલીપસિંહ પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને સાથે સાથે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

Chania

આપને જણાવી દઈએ કે ભાવનગરનાં દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા હતા. તેઓ વલભીપુરનાં કાનપર ગામનાં રહેવાસી હતા.

Chania

આ મામલે પરિવારનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ સમય દરમિયાન દિલીપસિંહ વાન કોઇક કારણોસર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા થઇ હતી. જેના બાદ દિલીપસિંહ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ દિલીપસિંહનું મોત નીપજ્યું હતું.

મહત્વનું છે કે શહીદનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે. અને તેમને ત્રણ મોટી બહેનો પણ છે. દિલીપસિંહ ડોડીયા સૌથી નાના ભાઇ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.