Omicron/ ઓમિક્રોનની લહેર તીવ્ર, દિલ્હી 4-ગુજરાતમાં 1 નવો દર્દી, અત્યાર સુધીમાં 78 કેસ

દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત ગુજરાતમાં પણ ઓમિક્રોનનો નવો કેસ સામે આવ્યો છે. જે બાદ ગુજરાતમાં ઓમીક્રોનના 5 કેસ થઈ ગયા છે.  

Top Stories India
ઓમિક્રોન

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટનો કહેર દેશમાં વધી રહ્યો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા દર્દીઓ દેખાયા છે. આ સાથે દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત ગુજરાતમાં પણ ઓમિક્રોનનો નવો કેસ સામે આવ્યો છે. જે બાદ ગુજરાતમાં ઓમીક્રોનના 5 કેસ થઈ ગયા છે.

આ પણ વાંચો :શૂટર કોનિકા લાયકનું રહસ્યમય મોત, લગ્નની ચાલી રહી હતી તૈયારીઓ

ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં આવ્યો હતો. ત્યારથી તે દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 78 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર (32), રાજસ્થાન (17) પછી દિલ્હી ત્રીજા નંબરે છે, જ્યાં સૌથી વધુ ઓમિક્રોન કેસ મળી આવ્યા છે.

ગુજરાતમાં પણ ઓમિક્રોનનો વધુ એક કેસ

ઓમિક્રોનનો વધુ એક નવો કેસ ગુજરાતમાં પણ સામે આવ્યો છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ઓમિક્રોનનો આ કેસ વિજાપુરમાં આવ્યો છે, જ્યાં એક મહિલા નવા વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળી છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ તાજેતરમાં જ મહિલાના સંબંધીઓ ઝિમ્બાબ્વેથી પરિવારના એક સભ્યના મૃત્યુમાં હાજરી આપવા માટે પરત ફર્યા હતા. તેમના સંપર્કમાં આવવાથી જ મહિલાને ચેપ લાગવાની શક્યતા છે.

આ પણ વાંચો :મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં ભાઈએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો કેમ..?

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે એરપોર્ટ પરથી આવતા ઘણા લોકો પોઝિટિવ આવી રહ્યા છે. દિલ્હીમાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યારબાદ ત્યાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે. નવા વર્ષ અને ક્રિસમસને ધ્યાનમાં રાખીને, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ 31 ડિસેમ્બર સુધી નિયંત્રણો લાદ્યા છે, ત્યારબાદ ફક્ત 50% લોકોને જ બાર, રેસ્ટોરન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો : “જીવિત છે શીના બોરા”… હત્યાકાંડમાં આરોપી ઇન્દ્રાણી મુખર્જીએ CBI ને લખી ચિઠ્ઠી

ઓમિક્રોનના દર્દીમાં રાતે જોવા મળે છે આ એક સમસ્યા

ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાં ખુબ શારીરિક દુખાવો જોવા મળી રહ્યો છે. આવા લોકોના શરીરના દરેક ભાગમાં ખુબ વધુ તકલીફ થાય છે. ડોક્ટર અનબન પિલ્લે જે સાઉથ આફ્રિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થમાં કામ કરે છે. તેમના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત દર્દીઓને રાતના સમયે ખુબ પરસેવો થાય છે. આ સાથે જ દુ:ખાવો પણ ખુબ થાય છે. જ્યારો ઓમિક્રોન વેરિએન્ટનો વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણી ઈમ્યુન સિસ્ટમ તેની સામે લડવા માટે તૈયાર થાય છે. આ ઈન્ફ્લેમેશનના કારણે જ શારીરિક દુખાવો જોવા મળે છે. પરંતુ અહીં તમને જણાવીએ કે ઓમિક્રોનથી પ્રભાવિત દર્દીઓમાં તેના અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. એટલે કે દરેક દર્દીમાં ઉધરસ કે તાવ જેવી તકલીફો જોવા મળતી નથી.

આ પણ વાંચો :ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિજાપુરમાં મહિલા થઈ સંક્રમિત

આ પણ વાંચો : PM મોદી અને રક્ષા મંત્રીએ વીર જવાનોને કર્યું નમન, કહ્યું- સેનાના અદમ્ય સાહસને સલામ