કોરોના/ દુનિયાભરના અનેક દેશોમાં કોરોના કહેર, અમેરિકામાં સૌથી વધુ અસર, અત્યાર સુધી 8 લાખથી વધુ મોત

કોરોનાના રેકોર્ડ તોડ આંકડાઓને જોતા અહીં કોરોનાને કાબુમાં લેવા સખત પગલા ભરવામાં આવી રહ્યા છે. અહીં સામાજિક સમારોહ પર નિયંત્રણો મુકાયા છે.

India
Untitled 36 10 દુનિયાભરના અનેક દેશોમાં કોરોના કહેર, અમેરિકામાં સૌથી વધુ અસર, અત્યાર સુધી 8 લાખથી વધુ મોત

અમેરિકામાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 8 લાખને પાર થઇ ચૂક્યો છે. નિષ્ણાંતોનું માનીએ તો 1 માર્ચ સુધીમાં આ આંકડો 8 લાખ,80 હજાર થઇ શકે છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે.

અમેરિકામાં કોરોનાનાથી મોતે ભેટનારા લોકોનો આંકડો આઠ લાખને પાર થઇ ચૂક્યો છે.તેમાં બે લાખથી વધુ એ લોકો પણ સામેલ છે, જેમના જીવ એ સમયે ગયા જ્યારે રસી ઉપલબ્ધ થઇ ચૂકી હતી.અમેરિકામાં કોઇપણ દેશની તુલનામાં મૃતકોનો આંકડો વધારે છે. અમેરિકામાં દુનિયાની કુલ વસ્તીનો 4 ટકા હિસ્સો વસે છે. પરંતુ દુનિયભરમાં કોરોનાથી થયેલા મોતોમાં 15 ટકા મોત એકલા અમેરિકામાં થયા છે. એક અનુમાન અનુસાર 1 માર્ચ સુધીમાં અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 8લાખ 80 હજારને પાર થઇ જશે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી 53 લાખથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

આ  પણ  વાંચો ;વિવાદ / કેપ્ટનશીપ મામલે વિવાદ વકર્યો, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના નિવેદન એકબીજાથી વિપરીત

દક્ષિણ કોરિયાની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ કોરિયામાં કોરોનાના 7850 કેસ સામે આવ્યા છે. આ મહિનામાં ચોથી વખત અહીં કોરોના કેસનો દૈનિક આંકડો 7 હજારને પાર થયો છે. દક્ષિણ કોરિયામાં 24 કલાકમાં કોરોનાથી 70 લોકોના મોત થયા છે.

કોરોનાના રેકોર્ડ તોડ આંકડાઓને જોતા અહીં કોરોનાને કાબુમાં લેવા સખત પગલા ભરવામાં આવી રહ્યા છે. અહીં સામાજિક સમારોહ પર નિયંત્રણો મુકાયા છે.

આ પણ વાંચો ;Good News! / Customer ને આકર્ષવા Netflix એ માસિક પ્લાનમાં કર્યો મોટો ઘટાડો