Not Set/ કિસિંગ બાબાની ધરપકડ, મહિલાઓને ગળે લગાવીને ઠીક કરતો હતો સમસ્યા

આસામના મોરીગાંવમાં પોલીસે એક એવા સ્વયંભૂ બાબાની ધરપકડ કરી છે, જે મહિલાઓની સમસ્યાને ગળે લગાવીને અને ચુંબન કરીને દૂર કરવાનો દાવો કરે છે. રામ પ્રકાશ ચૌહાણ ઉર્ફ કિસિંગ બાબા ની પોલીસે ભોરતાલૂપ ગામમાંથી 22 ઓગસ્ટે ધરપકડ કરી હતી. ચૌહાણ દાવો કરતો હતો કે તે મહિલાઓની શારીરિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓને ચમત્કારી ચુંબન દ્વારા ઠીક કરી શકે છે. Morigaon: […]

Top Stories India
Kissing baba 2 કિસિંગ બાબાની ધરપકડ, મહિલાઓને ગળે લગાવીને ઠીક કરતો હતો સમસ્યા

આસામના મોરીગાંવમાં પોલીસે એક એવા સ્વયંભૂ બાબાની ધરપકડ કરી છે, જે મહિલાઓની સમસ્યાને ગળે લગાવીને અને ચુંબન કરીને દૂર કરવાનો દાવો કરે છે. રામ પ્રકાશ ચૌહાણ ઉર્ફ કિસિંગ બાબા ની પોલીસે ભોરતાલૂપ ગામમાંથી 22 ઓગસ્ટે ધરપકડ કરી હતી. ચૌહાણ દાવો કરતો હતો કે તે મહિલાઓની શારીરિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓને ચમત્કારી ચુંબન દ્વારા ઠીક કરી શકે છે.

સ્વયંભૂ બાબાએ દાવો કર્યો કે એને ભગવાન વિષ્ણુ પાસેથી આધ્યાત્મિક શક્તિ મળે છે. જો મહિલાઓ લગ્ન સંબંધિત સમસ્યાઓના નિદાન માટે મદદ માંગે છે તો, એને તે ઠીક કરી શકે છે.  તેણે પોતાના ઘરમાં મંદિર બનાવ્યું છે. જ્યાં તે મહિલાઓને બોલાવતો હતો. રામપ્રકાશ ચૌહાણે કેટલાક સમય પહેલા કામ શરુ કર્યું અને ગ્રામીણ મહિલાઓને ફસાવીને શોષિત કરી. ચૌહાણ દાવો કરતો હતો કે એના ચુંબન અને ગળે લગાવવાથી મહિલાઓના વૈવાહિક જીવનમાં ચાલી રહેલા વિવાદ ખતમ થઇ જશે.

kissing baba final 784x441 e1535205368490 કિસિંગ બાબાની ધરપકડ, મહિલાઓને ગળે લગાવીને ઠીક કરતો હતો સમસ્યા

જણાવી દઈએ કે મોરીગાંવ કાળા જાદુ માટે ચર્ચામાં રહ્યું છે. ચૌહાણની માતા પર પણ આરોપ છે કે તેઓ પોતાના પુત્રની અલૌકિક શક્તિના દાવાઓને ગામની મહિલાઓ વચ્ચે પ્રચાર કરતી હતી. પોલીસે એની પણ ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પોલીસે ચૌહાણની ધરપકડ પર કહ્યું કે જિલ્લાના ભોરતાલુપ ગામમાં પોતાનું મંદિર સ્થાપિત કર્યાના ત્રણ મહિનાની અંદર કિસિંગ બાબા ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળી હતી કે આરોપી મહિલાઓનું શોષણ કરે છે. પોલીસે આ સ્વયંભૂ કિસિંગ બાબાની ધરપકડ કરી તપાસ આગળ ચલાવી છે.