Not Set/ 4 ફેબ્રુઆરીથી દેશમાં દોડશે વંદે માતરમ એક્સપ્રેસ, હશે દેશની સૌથી ઝડપી ટ્રેન

નવી દિલ્હી, પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક “મેક ઇન ઇન્ડિયા” હેઠળ દેશમાં બનેલી સૌથી ફાસ્ટ ટ્રેન (વંદે માતરમ એક્સપ્રેસ )ને રાજધાની દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન 18ને 4 ફેબ્રુઆરીથી દોડવામાં આવી શકે છે. આ ટ્રેનનું ઉદ્ઘટાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ કરવાના છે. India's first Semi-High Speed, […]

Top Stories India Trending
DvKw8NBXgAAR4QB 4 ફેબ્રુઆરીથી દેશમાં દોડશે વંદે માતરમ એક્સપ્રેસ, હશે દેશની સૌથી ઝડપી ટ્રેન

નવી દિલ્હી,

પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક “મેક ઇન ઇન્ડિયા” હેઠળ દેશમાં બનેલી સૌથી ફાસ્ટ ટ્રેન (વંદે માતરમ એક્સપ્રેસ )ને રાજધાની દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન 18ને 4 ફેબ્રુઆરીથી દોડવામાં આવી શકે છે. આ ટ્રેનનું ઉદ્ઘટાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ કરવાના છે.

આ ટ્રેન 18ની વાત કરવામાં આવે તો, વંદે માતરમ એક્સપ્રેસનું ભાડું દેશની શતાબ્દી ટ્રેનોના મુકાબલામાં 45 ટકા વધુ હોઈ શકે છે. જયારે આ ટ્રેન દેશની અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન હશે.

આ પહેલા ટ્રેન 18નો એક સફળ ટ્રાયલ કરવામાં આવી ચુક્યો છે અને સેમી હાઈસ્પીડ ટ્રેન આ ટ્રાયલમાં ૩૦ મિનિટના વિલંબ બાદ સંગમનગરી પહોંચી હતી.

Du2Ap9GVAAAAWYi 4 ફેબ્રુઆરીથી દેશમાં દોડશે વંદે માતરમ એક્સપ્રેસ, હશે દેશની સૌથી ઝડપી ટ્રેન
national-preparation-launch-of-vande mataram-express-on-4th-february, become a country’s fastest train

આ સફળ ટ્રાયલની ખાસ વાત એ છે કે, ટ્રેન ૧૮ને કાનપુરથી પ્રયાગરાજ સુધીનું ૨૦૦ કિમીનું અંતર માત્ર ૨ કલાકમાં જ કાપ્યું હતું. નવી દિલ્હીથી પ્રયાગરાજ સુધી પહોચવા માટે ટ્રેને ૬.૫૩ કલાકનો સમય લીધો હતો. જો કે આ ટ્રેને ૬.૨૫ કલાકમાં જ પહોચાવાનું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે “ટ્રેન ૧૮”ને તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન જૂની શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે.સાથે સાથે આ ટ્રેનમાં એન્જિન નહિ હોય, પરંતુ કોચમાં જ એન્જિનનો ભાગ હશે.

આ ટ્રેનમાં સેફ્ટીનો પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કારણે કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં એક કોચ બીજામાં ઘૂસશે નહિ. સાથે સાથે આ ટ્રેનમાં આધુનિક ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.