Not Set/ સુનિલ અરોરા હશે દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર, બીજી ડિસેમ્બરે સંભાળશે પદભાર

નવી દિલ્હી, દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર તરીકે સુનિલ અરોરાની નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા સોમવારે તેઓના નામની વરણી અંગે પૃષ્ટિ કરવામાં આવી હતી. સુનિલ અરોરા હવે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવતનું સ્થાન લેશે. ઓ પી રાવત આગામી તા. ૧ ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહ્યા છે. ચૂંટણીપંચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુનિલ […]

Top Stories India Trending
Sunil Arora સુનિલ અરોરા હશે દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર, બીજી ડિસેમ્બરે સંભાળશે પદભાર

નવી દિલ્હી,

દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર તરીકે સુનિલ અરોરાની નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા સોમવારે તેઓના નામની વરણી અંગે પૃષ્ટિ કરવામાં આવી હતી.

સુનિલ અરોરા હવે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવતનું સ્થાન લેશે. ઓ પી રાવત આગામી તા. ૧ ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહ્યા છે.

Image result for sunil arora

ચૂંટણીપંચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુનિલ અરોરા ચીફ ઈલેક્શન કમિશનર તરીકે બીજી ડિસેમ્બરના રોજ પોતાનો કાર્યભાર સંભાળશે.

દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની વાત કરવામાં આવે તો, તેઓ ૧૯૮૦ની રાજસ્થાન કેડર બેચના સેવાનિવૃત્ત IAS અધિકારી છે. આ પહેલા ૩૧ ઓગષ્ટ, ૨૦૧૭ના રોજ ઈલેક્શન કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

કાયદા મંત્રાલય દ્વારા સોમવારે જ સુનિલ અરોરાની વરણીને લઈ સરકારની મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ ભવન મોકલી આપ્યો છે.