નવી દિલ્હી,
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીમાં પોતાની નૈયા પાર કરવા માટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અત્યારથી જ કમર કસવાનું શરુ કર્યું છે. લોકસભાની ચુંટણીને જોતા દેશભરમાં પ્રચાર અને પસાર માટે રાહુલ ગાંધીએ કુલ ૯ સભ્યોની કોર ગ્રુપ કમિટીનું કરાયું ગઠન કર્યું છે.
આ કમિટીમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જયારે મેનિફેસ્ટો અને પબ્લીસિટી કમિટીના સભ્યોની પણ પંસદગી કરવામાં આવી છે. મેનિફેસ્ટો કમિટીમાં સલમાન ખુર્શીદ અને શશી થરુર સહિત ૧૯ મોટા નેતાઓના નામ છે, જયારે પબ્લીસિટી કમિટી એટલે કે પ્રચાર સમિતિમાં રાજીવ શુક્લા અને રણદીપ સુરજેવાલા સહિત કુલ ૧૩ સભ્ય છે.
કોર ગ્રુપ કમિટીના સભ્યો :
એ કે એન્ટોની, ગુલામ નબી આઝાદ, પી ચિદમ્બરમ, અશોક ગહલોત, મલ્લિકાર્જુન ખળગે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા, કે સી વેણુગોપાલ
મનપ્રીત બાદલ, પી ચિદમ્બરમ, સુસ્મિતા સેન, પ્રોફેસર રાજીવ ગૌડા, ભુપિન્દરસિંહ હૂડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિંદુ કૃષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીના, પ્રોફેસર બાલચંદ્ર, મીનાક્ષી નટરાજન, રજની પાટિલ, સામ પિત્રોડા, સચિન રાવ, તમદ્રાજ સાહુ, મુકુલ સંગમા, શશી થરૂર, લલિતેશ પતિ ત્રિપાઠી
પ્રચાર સમિતિ :
ભક્ત ચરણ દાસ, પ્રવીણ ચક્રવર્તી, મિલિંદ દેવડા, પવન ખેડા, કેતકર કુમાર, વી.ડી. સતીશન, આનંદ શર્મા, જયવીર શેરગિલ, રાજીવ શુકલા, દિવ્યા સ્પદના, રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી, મનિષ તિવારી