ટીવી પર સેટેલાઇટ અને કેબલ OTT પ્લેટફોર્મ્સ કરતા ઝડપથી નીચે જઈ રહ્યાં છે. Netflix OTT પર કન્ટેન્ટ પીરસતી કંપનીઓ પણ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે સ્પર્ધા કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકાની દિગ્ગજ મનોરંજન કંપની નેટફ્લિક્સે ભારતમાં તેની ફી (Netflix Monthly Charges)માં ધરખમ ઘટાડો કર્યો છે, જે આજે એટલે કે મંગળાવારથી અમલમાં આવી ગયો છે. મોંઘવારીનાં દિવસોમાં મનોરંજન ક્ષેત્ર તરફથી આ સારા સમાચાર છે.

આ પણ વાંચો – OMG! / પહેલા કરી પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડની હત્યા, Live આવી પૂર્વ પત્નીને મારી ગોળી અને પછી પોતાનું ટૂંકાવ્યું જીવન
આપને જણાવી દઇએ કે, Netflix ને OTT પર Disney Hotstar અને Amazon પ્રાઇમથી સખત સ્પર્ધા મળી રહી છે અને તેનું એક કારણ Netflix માસિક પેકની કિંમત છે. જેને ધ્યાનમાં રાખીને હવે નેટફ્લિક્સે તેના તમામ પ્લાનમાં ભારે કાપની જાહેરાત કરી છે. હવે Netflix નો મોબાઈલ પ્લાન 149 રૂપિયા માસિક હશે. અત્યાર સુધી તે 199 રૂપિયા હતો. ટીવી માટે Netflix નો બેઝિક પ્લાન (Netflix TV Plan) હવે રૂ. 499 માસિક હતો જે હવે રૂ. 199 હશે. Netflix નો સ્ટાન્ડર્ડ પ્લાન (Netflix Standard Plan) હવે દર મહિને 499 રૂપિયાનો હશે, જે અત્યાર સુધી 649 રૂપિયાનો હતો. સૌથી મોંઘા પ્રીમિયમ પ્લાનની કિંમત હવે 649 રૂપિયા હશે, જે અત્યાર સુધી 799 રૂપિયા હતી. Netflix નાં હરીફો વિશે વાત કરીએ તો, એમેઝોન પ્રાઇમની ફી માસિક રૂ. 129 થી શરૂ થાય છે જ્યારે Disney Hotstar મોબાઇલ પ્લાન વાર્ષિક રૂ. 499 અને પ્રીમિયમ પ્લાન વાર્ષિક રૂ. 1499 છે. જણાવી દઇએ કે, Netflix એ તેના નવા પ્લાનને ‘Happy New Price’ નામ આપ્યું છે અને તે આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમલમાં આવી ગયું છે. Netflix ઈન્ડિયાનાં વાઇસ પ્રેસિડેન્ટ (કન્ટેન્ટ) મોનિકા શેરગીલે કહ્યું છે કે, કન્ટેન્ટમાં ઘટાડા સાથે વ્યૂહરચના પણ બદલવામાં આવી રહી છે અને નવી કન્ટેન્ટ રીલીઝ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત મોટા ટાઈટલ રીલીઝ થઈ રહ્યા છે.

આ પણ વાંચો – Interesting / Harley-Davidson એ લોન્ચ કરી આ શાનદાર બાઈક, જોઇને તમે પણ કહેશો Wow
Netflix ઈન્ડિયાનાં આંકડાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2021માં કંપનીએ 1526.36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે એક વર્ષ અગાઉ 923.33 કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવેલા નેટફ્લિક્સનાં કો-ફાઉન્ડર અને ચેરમેન રીડ હેસ્ટિંગ્સે કહ્યું હતું કે, કંપનીએ છેલ્લા બે વર્ષમાં ભારતમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કર્યું છે અને આવનારા સમયમાં આ રોકાણમાં વધુ વધારો કરવામાં આવશે. એક અંદાજ મુજબ, 2026 સુધીમાં ભારતમાં 200 મિલિયન OTT ગ્રાહકો હશે.
