Not Set/ ૫૬ ઈંચને ભૂલી જાવ, ૫૫ કલાક ન સંભાળી શક્યા કર્ણાટક : પ્રકાશ રાજનો PM મોદી પર કટાક્ષ

બેંગલુરુ, શનિવારે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના કેટલાક કલાકોના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ ૬૦ કલાક અગાઉ જ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રીના રાજીનામાં પછી જાણીતા અભિનેતા પ્રકાશ રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે બે દિવસ સુધી ચાલેલી કર્ણાટકની રાજનીતિ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. દક્ષિણ ભારતીય […]

Top Stories India Trending
default ૫૬ ઈંચને ભૂલી જાવ, ૫૫ કલાક ન સંભાળી શક્યા કર્ણાટક : પ્રકાશ રાજનો PM મોદી પર કટાક્ષ

બેંગલુરુ,

શનિવારે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના કેટલાક કલાકોના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ ૬૦ કલાક અગાઉ જ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રીના રાજીનામાં પછી જાણીતા અભિનેતા પ્રકાશ રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે બે દિવસ સુધી ચાલેલી કર્ણાટકની રાજનીતિ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.

દક્ષિણ ભારતીય એકટર પ્રકાશ રાજે ટ્વીટ કરીને કહ્યું છે કે, કર્ણાટક ભગવો થવા વાળું નથી. પરંતુ હવે આ રાજ્ય રંગીન બની રહેશે.

શુક્રવારે કરેલા ટ્વીટમાં પ્રકાશ રાજે લખ્યું છે કે, ‘કર્ણાટક ભગવો થવા વાળું નથી પરંતુ રંગીન બની રહેશે. ખેલ શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ ગયો.  ૫૬ ઇંચ ભૂલી જાવ, ૫૫ કલાક પણ સંભાળી ન શક્યા કર્ણાટક. પ્રિય નાગરિકો હવે વધુ ગંદી રાજનીતિની માટે તૈયાર થઈ જાવ.  નાગરિકોની માટે પોતે ઉભા રહેશે. ‘ ટ્વીટના અંતમાં હૈશટેગ કરીને અંગ્રેજીમાં જસ્ટ આસ્કિંગ પણ લખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોઈ પાર્ટીને સ્પ-સ્પષ્ટ બહુમતી મળી નથી. ચૂંટણીના પરિણામ ત્રિશંકુ આવ્યા હતા. જેમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જેને ૧૦૪ બેઠકો મળી હતી. બીજા સ્થાન પર કોંગ્રેસ રહ્યું છે જેના ૭૮ ધારાસભ્ય જીતીને ગૃહમાં આવ્યા છે. જયારે ત્રીજા સ્થાન પર પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. દેવગૌડાની પાર્ટી જેડીએસ રહી છે. જેને ૩૭ બેઠકો મળી છે.

ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતાની સાથે જજ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી.  બીજી તરફ ભાજપે પણ સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કર્યો હતો.

આ અંગે કર્ણાટકના રાજ્યપાલે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી. એસ. યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું છે. કહેવામાં આવ્યું હતું કે, ભાજપ સૌથી મોટી પાર્ટી છે એટલા માટે સૌથી મોટા પક્ષને બહુમત સાબિત કરવા માટે સૌથી પહેલો મોકો આપવામાં આવશે.

૧૦૪ ધારાસભ્યોવાળા યેદિયુરપ્પાએ બે દિવસ અગાઉ કહ્યું હતું કે, તેઓ સદનમાં બહુમત સાબિત કરી દેશે. જો કે, શુક્રવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટના અગાઉ જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાં અગાઉ યેદિયુરપ્પાએ ભાવુક ભાષણ આપતા કહ્યું હતું કે, જો રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાશે તો તેમની પાર્ટી ૧૫૦ બેઠકો જીતીને સરકાર બનાવશે.