પાકિસ્તાન/ પેટ્રોલ- ડીઝલ 30 રૂપિયા મોંઘુ, ઈમરાન ખાને ભારતના કર્યા વખાણ, શાહબાઝ શરીફને અરીસો બતાવ્યો

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતની પ્રશંસા કરતા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શાહબાઝ શરીફની સરકાર પર નિશાન સાધતા અરીસો બતાવ્યો છે.

Top Stories World
mirror

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતની પ્રશંસા કરતા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શાહબાઝ શરીફની સરકાર પર નિશાન સાધતા અરીસો બતાવ્યો છે. સરકારની ટીકા કરતા ઈમરાન ખાને કહ્યું કે, આ સંવેદનહીન સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટી દ્વારા રશિયા સાથે 30 ટકા સસ્તા તેલ માટે કરેલા સોદાને આગળ વધાર્યો નથી. તેમણે ભારતના વખાણ કર્યા અને કહ્યું કે, અમેરિકાના વ્યૂહાત્મક સાથી રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં 25 રૂપિયા (પાકિસ્તાની રૂપિયો) પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં સફળ રહ્યો છે.

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું, “દેશ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20% એટલે કે 30 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે વિદેશી આકાઓની સામે આયાતી સરકારની આધીનતાની કિંમત ચૂકવવાનું શરૂ કરી રહ્યું છે. આપણા ઈતિહાસમાં સૌથી વધુ ભાવ વધારો છે. અસમર્થ અને સંવેદનહીન સરકારે રશિયા સાથેના અમારા સોદાને આગળ વધાર્યું નથી જે 30% સસ્તું તેલ ખરીદવાનું હતું.” તેણે આગળ કહ્યું, “તેની સામે, ભારત, જે અમેરિકાનો વ્યૂહાત્મક સાથી છે, તેણે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 25 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)નો ઘટાડો કર્યો છે. હવે આપણો દેશ આ બદમાશોના હાથમાં છે. મોંઘવારીનો બીજો ભારે ડોઝ ભોગવશે.”

જણાવી દઈએ કે પાકિસ્તાને ગુરુવારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં પ્રતિ લિટર 30 રૂપિયાનો વધારો કર્યો હતો અને કહ્યું હતું કે, આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામના પુનરુત્થાનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. અહેવાલ આપ્યો છે કે પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા, ડીઝલની કિંમત 174.15 રૂપિયા અને કેરોસીન તેલની કિંમત 155.56 રૂપિયા પ્રતિ લીટર છે. લાઇટ ડીઝલની કિંમત 148.31 રૂપિયા પ્રતિ લીટર થશે.

આ પણ વાંચો:ગુજરાતમાં અન્ય રાજ્યોના વસતા ૭૮,૫૫૬ પરિવારોને મળ્યું રાશન

આ પણ વાંચો:હવે આ પાડોશી દેશમાં ખાદ્ય સંકટ ઘેરાયું, ભારત પાસેથી મદદની આશા