Not Set/ BJPના નવા હેડક્વાર્ટરનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન, કહ્યું, “અમારી પાર્ટી રાષ્ટ્રભક્તિ માટે પ્રતિબદ્ધ છે”

દિલ્લી, કેન્દ્રની સાથે સાથે દેશના ૧૮ જેટલા રાજ્યોની સત્તા પર બિરાજમાન અને દેશની બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બીજેપીને રવિવારે પાર્ટીને નવું હેડક્વાર્ટર મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્લીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય માર્ગ સ્તિથ પાર્ટીના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભારતીય જનતા પાર્ટીને લગભગ ૩૪ વર્ષ નવુ મુખ્યાલય મળ્યું છે. આ પ્રસંગે […]

Top Stories

દિલ્લી,

કેન્દ્રની સાથે સાથે દેશના ૧૮ જેટલા રાજ્યોની સત્તા પર બિરાજમાન અને દેશની બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બીજેપીને રવિવારે પાર્ટીને નવું હેડક્વાર્ટર મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્લીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય માર્ગ સ્તિથ પાર્ટીના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભારતીય જનતા પાર્ટીને લગભગ ૩૪ વર્ષ નવુ મુખ્યાલય મળ્યું છે. આ પ્રસંગે  બીજેપી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, પાર્ટીના વારિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ જણાવ્યું ,

અમારી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જેવા મહાન નેતાઓ સાથે થઇ હતી અને આજે દેશભરના બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા પાર્ટીને નવું જીવન મળી રહ્યું છે.

હું અમિત શાહ અને તેમની પૂરી ટીમને શુભકામનાઓ આપું છું કે, નિશ્ચિત સમયગાળામાં આ કાર્યાલયનું નિર્માણ સંપન્ન થયું. આ કામ કોઈ બજેટની વ્યવસ્થાથી નથી થતું, આ કાર્ય ત્યારે થાય છે. જયારે એક સપનું હોય અને કામ કરવાની તમન્ના હોય ત્યારે આ કામ યોગ્ય સમયે પૂર્ણ થઇ શકે છે.

આ માટે ટીમ સુપરહિટ હોવી જોઈએ અને રાષ્ટ્રીય પ્રમુખના નેતૃત્વમાં પાર્ટીના સંગઠને આ કામને નિભાવ્યું છે. જનસંઘ અને બીજેપીના નેતાઓ આઝાદી બાદ પણ તમામ પ્રમુખ લોક આંદોલનમાં સૌથી આગળ રહ્યા છે. અમારી પાર્ટી રાષ્ટ્રભક્તિ માટે પ્રતિબદ્ધ છે.

આઝાદી દરમિયાન જેટલાં પણ આંદોલન થયા, આઝાદી પછી પણ તે તમામ આંદોલનોની આગેવાની જનસંઘના લોકોએ લીધી. આપણી પાર્ટી રાષ્ટ્રભક્તિના રંગમાં રચાયેલી છે.
દેશમાં જ્યારે ગઠબંધનનું રાજકારણ જ્યારે સતત ચાલતું રહ્યું છે, અટલજીની આગેવાનીમાં સાથીઓની સાથે દેશમાં એક નવી સરકાર બની હતી. જેને રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એક નવું કોમ્બિનેશન બેસાડ્યું હતું.

પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે,

વિશ્વના કોઈપણ રાજકીય પક્ષનું સૌથી મોટું કાર્યાલય, તમામ સુવિધાઓથી સજ્જ છે. અમે માત્ર ૧૪ મહિનામાં જ કાર્યાલય તૈયાર કર્યું છે.
દેશમાં આજે ૧૬૦૦થી વધુ રાજકીય પક્ષ છે, પરંતુ માત્ર ભાજપ જ સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે. એક વર્ષ પછી દેશના દરેક જિલ્લાં આ પ્રકારનું ભાજપનું કાર્યાલય બનશે. આ ઓફિસથી સમગ્ર દેશનું કામ ઘણી જ સહેલાઇથી કરી શકાશે.
મોદી સરકારે ઘણું જ સારૂ કામ કર્યું છે, જેનો ફાયદો ભાજપને પણ મળશે અને પાર્ટી ઘણી જ મજબૂત બનશે.

પાર્ટીનું લક્ષ્ય પીએમ મોદીના ન્યૂ ઈન્ડિયાના સપનાંને પૂરું કરવાનું છે.

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષના ઓગસ્ટ માસમાં પીએમ મોદી અને અમિત શાહે પાર્ટીના નવા હેડકવાર્ટર માટે ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે ૧૪ મહિનામાં જ આ કાર્યાલય બનીને તૈયાર થયું છે. આ નવી ઓફિસની ઈમારતમાં 3 બિલ્ડિંગ છે. જેમાં પાર્ટી પદાધિકારીઓને રાજ્યો અને લોકલ લેવલ પર રિયલ ટાઈમમાં વાતચીત કરવા માટે આધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે. તેમજ ભાજપના નેતાઓને ટ્રેનિંગ આપવા માટે હોલ પણ છે. આ ઉપરાંત ટોપ ફ્લોર પર એક મ્યૂઝિયમ પણ છે, જેમાં પાર્ટીના ઈતિહાસ સાથે જોડાયેલી પુસ્તકો રાખવામાં આવી છે.