Not Set/ “જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, તેઓ દેશના લોકોનું મસ્તક નહિ ઝૂકવા દે” : રાજનાથસિંહ

જમ્મુ-કાશ્મીરના સુંજવાન સ્તિથ આર્મી કેમ્પ પર શનિવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં JCOના બે જવાન શહીદ થયા હતા જયારે ચાર જવાન ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના પર વધુ કોઈ કહેવું યોગ્ય નહિ હોય કારણ કે સેના દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ […]

Top Stories

જમ્મુ-કાશ્મીરના સુંજવાન સ્તિથ આર્મી કેમ્પ પર શનિવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં JCOના બે જવાન શહીદ થયા હતા જયારે ચાર જવાન ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના પર વધુ કોઈ કહેવું યોગ્ય નહિ હોય કારણ કે સેના દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હું તમને નિશ્ચિત કરું છું કે “સેનાના જવાનો પોતાની ડ્યુટી કરી રહ્યા છે, તેઓ દેશના લોકોનું મસ્તક નહિ ઝૂકવા દે”.

ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું, ” રાજ્યના ડીજીપી એસ.પી.વૈદે આ સ્તિથી અંગે જાણકારી આપી છે. આતંકવાદીઓ એક સમૂહ શનિવારે ગ્રેનેડ તેમજ ફાયરીંગ કરતા કરતા સુંજવાનના આર્મી કેમ્પમાં ઘુસ્યા હતા. આ હુમલા બાદ પોલીસે આ વિસ્તારને બધી બાજુથી ઘેરી લીધો છે અને આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે તૈયારી હાથ ધરી છે”.

તેઓએ હુમલા અંગે વધુમાં જણાવતા કહ્યું, ” આ હુમલામાં થયેલા ઘાયલોમાં એક કર્નલ રેન્કના અધિકારી, અબ્દુલ હમીદ, લાંસ નાયક બહાદુર સિંહ અને સુબેદાર ચૌધરીના દીકરીનો સમાવેશ થાય છે. મંત્રીએ આ હુમલાની ક્યાં સંગઠને લીધી છે એ જણાવ્યું ન હતું પરંતુ સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો સાથ છે.