Jamnagar News/ જામનગરમાં ક્રુરતાની તમામ હદ પાર કરતા ઢોર પકડતી પાર્ટીના કર્મચારીઓ: ગાયને ક્રુરતાથી પકડવાનો વીડિયો વાયરલ

દયાહીન તંત્ર અને ઢોર પકડતી પાર્ટીના કર્મચારીઓની આવી ક્રૂર હરકત સામે લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others

@ સાગર સંઘાણી
દયાહીન તંત્ર અને ઢોર પકડતી પાર્ટીના કર્મચારીઓની આવી ક્રૂર હરકત સામે લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે અને આવા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડતી પાર્ટીના કર્મીઓ ફરી એક વખત વિવાદમાં ઘેરાયા છે. પાલિકાના પાપી કર્મચારીઓએ ગાયને ક્રુરતા પૂર્વક ઢસડી અને ટ્રેક્ટરમાં ભરી હોવાનો હચમચાવી નાખતો વીડિયો સામે આવતા પશુપાલકો અને જીવદયા પ્રેમીઓ આગબબુલા બન્યા છે. ઢોર પકડતી પાર્ટીના કર્મચારીઓની આવી ક્રૂર હરકત સામે લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે અને આવા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વાયરલ વીડિયોએ તંત્રની આબરુ ધૂળધાણી કરી છે. બીજી બાજુ 33 કરોડ દેવતાનો જ્યા વાસ અને અને ધર્મમા જેને માતા તરીકે પૂજવામાં આવે છે તે ગાયની જ આવી દુર્દશા જોયને લોકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે.હંમેશા વિવાદમાં ઘેરાવાની ટેવ ધરાવતી જામ્યુંકોની ઢોર પકડ પાર્ટી હવે નવા વિવાદમાં ઘેરાઈ છે. રખડતા ઢોરની ફરિયાદને લઈ અને જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડ શાખા ના જવાબદારો દ્વારા ઢોર પકડવા માટે સ્થળની વિઝીટ કરવામાં આવતી હોય છે.

આ દરમિયાન અનેક વખત ભૂતકાળમાં પણ પશુઓ સાથે ક્રૂરતાના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. જોકે આ મામલે અનેક વખત લોકોમાં પણ રાવ ઉઠી છે પરંતુ જવાબદાર તંત્ર આ અંગે દયા દાખવતું નથી. તેવામાં તાજેતરમાં જ વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દયાહીન કર્મચારીઓ દ્વારા ગાય સાથે રુવાટા ઉભા થઈ જાય તે રીતની ક્રુરતા કરવામાં આવી રહી છે. ગાયને ઢસડી અને ટ્રેક્ટરમાં ચડાવવામાં આવતી હોવાનું વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે.

એટલું જ નહીં ગઈ કાલે જ શહેરના ગોલ્ડન સીટી રોડ પરનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં ગાયના પૂંછડા મરડી અને ગાયને માર મારી ટ્રેકટરમાં બેસાડાઈ હતી. તેવામાં નવો વીડિયો બહાર આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ આજુબાજુના લોકો વિડીયો ઉતારતા હોય ઉપરાંત ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને આમ ન કરવાની સૂચના આપવા છતાં પણ કર્મચારીઓ કોઈને ગણકારતા ન હોવાનું પણ બહાર આવે છે. ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આવા બેફામ બનેલા કર્મચારીઓને દયાના પાઠ ભણાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ