Not Set/ મધ્યપ્રદેશ: બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, 9 લોકોના મોત, 20 ઘાયલ

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં સોમવારના રોજ એક મોટી દુર્ધટના બની છે. મળતી માહિતી ગુનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા દસ લોકોના મોત થયા છે. જેને લઈને પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ એવી પણ માહિતી મળી રહી છે કે મોતનો આંકડો વધી શકે છે. હાલ પોલીસે આ મામલે કેસનોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે. […]

Top Stories India Trending

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં સોમવારના રોજ એક મોટી દુર્ધટના બની છે. મળતી માહિતી ગુનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા દસ લોકોના મોત થયા છે. જેને લઈને પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ એવી પણ માહિતી મળી રહી છે કે મોતનો આંકડો વધી શકે છે.

હાલ પોલીસે આ મામલે કેસનોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે. આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. હાલ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જયારે બસ ઇન્દોરથી ઝાંસી જઈ રહી હતી.

હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને રાહત બચાવની કામગીરી શરુ કરી દીધી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ  એક રીપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે પહેલાની સરખામણી હાલ સડક દુર્ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ટ્રાફિક એટલી હદે વધી ગયો છે જેના કારણે દેશમાં દરરોજ 400લોકો સડક દુર્ઘટનામાં પોતાનો જીવગુમાવે છે.