Canada News/ ટોરોન્ટોમાં ભારતીય મૂળના 20 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા, પોલીસ તપાસ તેજ, આરોપીઓ ફરાર

કેનેડાના ટોરોન્ટોમાં (toronto) યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના UTSC કેમ્પસ નજીક 20 વર્ષીય ભારતીય મૂળના યુવક શિવાંક અવસ્થીની ગોળી મારી હત્યા.

Top Stories World Breaking News
Toronto

Canada News:કેનેડાના ટોરોન્ટોમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સ્કારબરો કેમ્પસ (UTSC) પાસે આવેલા હાઇલેન્ડ ક્રીક ટ્રેલ વિસ્તારમાં 20 વર્ષીય ભારતીય મૂળના યુવક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના 23 ડિસેમ્બરના રોજ બપોરે આશરે 3:34 વાગ્યે બની હતી, જે ટોરોન્ટોના આ વર્ષના 41મા હત્યા કેસ તરીકે નોંધાયો છે.ટોરોન્ટો (Toronto) પોલીસ સર્વિસ (TPS)ના જણાવ્યા અનુસાર, અજાણ્યા વ્યક્તિએ શિવાંક પર અચાનક ગોળીબાર કર્યો હતો.

ઘટના સમયે પસાર થતા એક વ્યક્તિએ પીડિતને પેવ્ડ ટ્રેલ પર ગોળી વાગેલી હાલતમાં જોયો અને તરત જ 911 પર કોલ કર્યો. પોલીસ અને ઇમર્જન્સી સર્વિસ પહોંચી ત્યાં સુધીમાં શિવાંકનું મોત થઈ ચૂક્યું હતું. આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે અને હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી કે તેમનું વર્ણન જાહેર કરવામાં આવ્યું નથી.પોલીસે મૃતકની તસવીર જાહેર કરીને જનતા પાસેથી માહિતી માંગી છે. શિવાંક ટોરોન્ટોના (Toronto) રહેવાસી હતા, પરંતુ તેઓ UTSCના વિદ્યાર્થી હતા કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

ટોરોન્ટોમાં (Toronto) 41મા હત્યા કેસ તરીકે નોંધાયો શિવાંક અવસ્થીનો કેસ

આ ઘટના ટોરોન્ટોના (Toronto) UTSC કેમ્પસની નજીક આવેલા હાઇલેન્ડ ક્રીક વેલીના ટ્રેલ પર બની હતી. આ વિસ્તાર કુદરતી સુંદરતા માટે જાણીતો છે અને વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો માટે વોકિંગ અને રિક્રિએશન માટે પોપ્યુલર છે.ઘટના બાદ યુનિવર્સિટીએ તાત્કાલિક લોકડાઉન જાહેર કર્યું હતું અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી હતી. વેલીમાં પ્રવેશતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે કેમ્પસમાં કોઈ ચાલુ જોખમ નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે ગ્રીફ કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Toronto

આ ઘટના કેનેડામાં ભારતીય મૂળના લોકો પર વધતા હુમલાઓની ચિંતા વધારે છે. તાજેતરમાં જ 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની ટોરોન્ટોમાં (Toronto) હત્યા થઈ હતી. પોલીસે આ કેસને ઇન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ તરીકે વર્ગીકૃત કર્યો છે અને તેમના પાર્ટનર અબ્દુલ ગફૂરી (32)ની ધરપકડ માટે કેનેડા વાઇડ વોરન્ટ જારી કર્યું છે.આ ઉપરાંત, 2025માં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ પર હુમલાઓના અનેક કેસ સામે આવ્યા છે, જેમાં ગેંગ વાયોલન્સ, એક્સટોર્શન અને હેટ ક્રાઇમ્સનો સમાવેશ થાય છે. ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને કેનેડિયન અધિકારીઓને સુરક્ષા વધારવા અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેનેડાએ ચાલુ વર્ષે 80 ટકા ભારતીયના સ્ટુડન્ટ્સ વિઝા રિજેક્ટ કર્યા