ત્રિપુરા,
ત્રિપુરા વિધાનસભા ચુંટણીની કુલ ૬૦ સીટોમાંથી ૫૯ સીટ પર રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. ચુંટણી અધિકારીઓ જણાવ્યા મુજબ, આ મતદાન સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ૫૯ સીટ પર યોજાઈ રહેલા મતદાનના ૪ વાગ્યા સુધી સરેરાશ ૭૪ % વોટીંગ થયું હતું. બીજી બાજુ વોટીંગને લઇ મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રિપુરાના અગરતલામાં મુખ્યમંત્રી માણિક સરકારે તેમજ ત્રિપુરા બીજેપી અધ્યક્ષ બિપ્લબ કુમાર દુબેએ મતદાન કર્યું હતું.
BJP #Tripura President Biplab Kumar Deb cast his vote at booth number 31/34 in Udaipur, says, 'these election results will be historic, we will definitely win. PM & Amit Shah ji called me & gave good wishes.' #TripuraElection2018 pic.twitter.com/9JuawbE2QL
— ANI (@ANI) February 18, 2018
Tripura CM Manik Sarkar casts his vote at a polling booth in Agartala, he is an MLA from Dhanpur constituency #TripuraElection2018. pic.twitter.com/UniDo6VGIf
— ANI (@ANI) February 18, 2018
આ વિધાનસભાની ચુંટણીમાં કુલ ૨૫ લોકો મતદાન કરશે જેમાં ૧૩ લાખ પુરુષ અને ૧૨ લાખ મહિલા વોટરો છે. જેમાં પહેલીવાર મતદાન કરનારા વોટરોની સંખ્યા ૪૭,૮૦૩ છે. મતદાન માટે કુલ ૩૨૧૪ બનાવવામાં આવ્યા છે. નોધનીય છે કે, ત્રિપુરા વિધાનસભાની ચરીમલ સીટ પરથી સીપીએમ ઉમેદવારના નિધનના કારણે આ સીટ પર ચુંટણી ૧૨ માર્ચના રોજ યોજાશે.
આ વિધાનસભાની ચુંટણીમાં કુલ ૬૦ બેઠક માટે ૩૦૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સત્તાધારી પક્ષ CPMના ૫૭ અને અન્ય ડાબેરી ગ્રુપના 3 બેઠક પર ઉમેદવાર મેદાને છે. જયારે ભાજપ ૫૧ સીટ પર , સાથી પક્ષ IPFT 9 બેઠક પર અને કોંગ્રેસ પાર્ટી તરફથી ૫૯ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત TMCએ ત્રિપુરાની ચૂંટણીમાં ૨૫ ઉમેદાવરો મેદાને ઉતાર્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી લેફ્ટ (CPM) સત્તા પર છે, પરંતુ આ ચુંટણીમાં સીપીએમને ભાજપ તરફથી ટક્કર મળી મળી શકે છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ 3જી માર્ચે જાહેર થશે. આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વરા દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી સહિતના નેતાઓએ પ્રચાર પ્રસાર કમાન સંભાળી હતી.
ઉલ્લેખનિય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં કુલ ૬૦ સીટ માંથી CPMને ૪૯, કોંગ્રેસને ૧૦ બેઠક મળી હતી. જ્યારે ભાજપ ખાતું ખોલી શક્યું ન હતું અને પાર્ટીના ૪૯ કેન્ડિડેટની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી.
