US-Iran Peace Deal Conflict 2026: અમેરિકા અને ઈરાન(Iran) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધના વાદળો હટાવવા માટે બંને દેશો શાંતિ સમજૂતી (પીસ ડીલ) કરવા તૈયાર થયા હતા. આ ઐતિહાસિક કરાર પર આગામી 19 June 2026 ના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં સત્તાવાર સહી-સિક્કા થવાના છે. પરંતુ આ મહામુશ્કેલીએ આકાર પામેલા શાંતિ કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલાં જ પાણી ફરી વળવાની ગંભીર સંભાવનાઓ ઊભી થઈ છે. ઇઝરાયલ દ્વારા તાજેતરમાં જ દક્ષિણ લેબેનોન પર કરવામાં આવેલા ભયાનક લશ્કરી હુમલાના કારણે ઈરાન સખત નારાજ થયું છે અને તેણે આ શાંતિ ડીલ વચ્ચે અમેરિકા સામે એક નવી મોટી શરત મૂકી દીધી છે.
પહેલા લેબેનોનમાંથી ઇઝરાયલી સેના હટાવો
ઈરાનના(Iran) વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ (Abbas Araghchi) ઈરાની સરકારી ટેલિવિઝન પર એક અત્યંત સંવેદનશીલ અને મહત્વનું નિવેદન જારી કર્યું છે. તેમણે અન્ય દેશોના રાજદ્વારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે:
ઇઝરાયલે દક્ષિણ લેબેનોન પર કરેલો લશ્કરી કબજો અને સતત થઈ રહેલા હુમલાઓ એ અમેરિકા અને ઈરાન વચ્ચે નક્કી થયેલી શાંતિ સમજૂતીની ભાવનાનું ખુલ્લું ઉલ્લંઘન છે.
જો અમેરિકા ખરેખર પશ્ચિમ એશિયામાં યુદ્ધ ખતમ કરવા માંગતું હોય, તો તેણે સૌથી પહેલા લેબેનોનની ધરતી પરથી તેના પરમ મિત્ર દેશ ઇઝરાયલની સેનાને (IDF) પાછી હટાવવી પડશે.
જ્યાં સુધી ઇઝરાયલ પીછેહઠ નહીં કરે, ત્યાં સુધી…
વિદેશ મંત્રી અરાઘચીએ અમેરિકાને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, લેબેનોનમાં ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ એ સમગ્ર ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાના મિશનનો જ એક મુખ્ય ભાગ છે. ઇઝરાયલી આર્મીએ હુમલા કરીને લેબેનોનના જે વિસ્તારો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે, તે ખાલી કરવા જ પડશે. જ્યાં સુધી ઇઝરાયલની સેના ત્યાંથી સંપૂર્ણપણે પીછેહઠ નહીં કરે, ત્યાં સુધી ઈરાન આ યુદ્ધ પૂરું થયું હોવાનું બિલકુલ સ્વીકારશે નહીં. તેમણે ચેતવણી આપી કે જો હવે પછી ઇઝરાયલ લેબેનોન પર એક પણ હુમલો કરશે, તો તે સીધેસીધું પીસ ડીલનું ઉલ્લંઘન ગણાશે અને ઈરાન કરારમાંથી પાછું હટી શકે છે.
નેતન્યાહૂની જીદથી ટ્રમ્પની ચિંતા વધી(Iran)
સૌથી મોટો કૂટનીતિક પેચ એ ફસાયો છે કે અમેરિકાએ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ નથી કર્યું કે લેબેનોન આ શાંતિ સમજૂતીનો ભાગ છે કે નહીં. બીજી તરફ, ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ આ અમેરિકા-ઈરાન(Iran) ડીલથી ભારે નારાજ છે. નેતન્યાહૂએ આ કરારને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો (Donald Trump) વ્યક્તિગત નિર્ણય ગણાવી ફગાવી દીધો છે. નેતન્યાહૂએ સાફ કહી દીધું છે કે ઇઝરાયલ (Iran) પોતાની સુરક્ષા પ્રાથમિકતાના આધારે જ નિર્ણયો લેશે અને લેબેનોનમાં બનાવેલા બફર ઝોનમાંથી તેમની સેના ગમે તેવા આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પાછી હટશે નહીં.
