Not Set/ રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી, સીએમ રૂપાણીએ ખાડિયામાં જયારે અમિત શાહે નારણપુરામાં ચગાવી પતંગ

સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અ પર્વ પર વહેલી સવારથી જ લોકો ઘરોના ધાબા પર ચડ્યા છે સમગ્ર વાતાવરણ “કાઈ પો છે” અને લપેટના અવાજથી ગુજી ઉઠ્યું છે. અગામી બે દિવસ દરમિયાન આકાશ પતંગોથી ભરેલું જોવા મળશે. આ બે દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લોકો ધાબા […]

Top Stories
26220209 1797824223603823 8313023936051215988 n રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી, સીએમ રૂપાણીએ ખાડિયામાં જયારે અમિત શાહે નારણપુરામાં ચગાવી પતંગ

સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અ પર્વ પર વહેલી સવારથી જ લોકો ઘરોના ધાબા પર ચડ્યા છે સમગ્ર વાતાવરણ “કાઈ પો છે” અને લપેટના અવાજથી ગુજી ઉઠ્યું છે. અગામી બે દિવસ દરમિયાન આકાશ પતંગોથી ભરેલું જોવા મળશે. આ બે દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લોકો ધાબા પર નવા ડેન્ડીંગ સોંગ સાથે યંગસ્ટર્સ ઠૂમકાં મારતાં અને ઊંધિયાની મજા માણતાં જોવા મળ્યા હતા. બીજી બાજુ રાજકીય નેતાઓ પણ આ પર્વની ઉજવણીમાં બાકાત રહ્યા નથી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદના પોળ વિસ્તારમાં પતંગની મજા માણી હતી. તેઓ અમદાવાદમાં ખાડિયામાં ભાજપના મયૂર દવેના ધાબા પર પહોંચ્યા હતા અને પતંગ ચગાવાની મજા માની હતી. જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણ પર્વ નિમિત્તે બે દિવસ અમદાવાદમાં છે તેમણે નારણપુરામાં ઉત્તરાયણ પર્વની પરિવાર સાથે ઉજવણી કરી હતી.