Not Set/ સીએમ રૂપાણી ચગાવ્યો પતંગ,અંજલીબહેને પકડી ફીરકી

અમદાવાદ આજે દેશ જ્યારે ઉત્તરાયણનો આનંદ માણી રહ્યાં છે ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ પતંગ ઉડાવીને મકરસક્રાંતિની મજા માણી હતી.સીએમ વિજય રૂપાણીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ચડાવીને ઉત્તરાયણ ઉજવી હતી. અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર મયુર દવેના ઘરના ધાબે સીએમ રૂપાણી તેમના પત્નિ અંજલીબહેન સાથે પહોંચ્યા હતા.સીએમ રૂપાણીએ આજે સવારે પતંગ ચડાવ્યો ત્યારે તેમના […]

Top Stories
vijay rupani kite સીએમ રૂપાણી ચગાવ્યો પતંગ,અંજલીબહેને પકડી ફીરકી

અમદાવાદ

આજે દેશ જ્યારે ઉત્તરાયણનો આનંદ માણી રહ્યાં છે ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ

પણ પતંગ ઉડાવીને મકરસક્રાંતિની મજા માણી હતી.સીએમ વિજય રૂપાણીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ચડાવીને ઉત્તરાયણ ઉજવી હતી.

અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર મયુર દવેના ઘરના ધાબે સીએમ રૂપાણી તેમના પત્નિ અંજલીબહેન સાથે પહોંચ્યા હતા.સીએમ રૂપાણીએ આજે સવારે પતંગ ચડાવ્યો ત્યારે તેમના પત્નિ અંજલીબહેને ફીરકી પકડી હતી.અંજલીબહેને પણ પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો.

ખાડિયાના ધાબા પર સીએમ રૂપાણી સાથે જાણીતા ફિલ્મ એક્ટર મનોજ જોશી પણ જોડાયા હતા.

પતંગ ચગાવ્યા બાદ સીએમ રૂપાણીએ કહ્યું હતું કે મકરસંક્રાતિ મોટો ઉત્સવ છે..મકરસક્રાતિ અને નવરાત્રિ ગુજરાત સાથે જોડાયેલા છે.આજથી સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને શુભ કાર્ય હવે શરૂ થશે..પતંગ ઉદ્યોગ લોકોને રોજીરોટી આપે છે.પતંગ ઉત્સવથી લાખો લોકોને આનંદ મળે છે.હું મકરસંક્રાતિની દરેકને શુભકામના આપું છું.