મતદાન પ્રક્રિયા/ પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મતદારોમાં જબરો ઉત્સાહ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શનિવારે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન સવારે 7

Top Stories India
west bengal election પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મતદારોમાં જબરો ઉત્સાહ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શનિવારે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન સવારે 7 થી સાંજના 6:30 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં, પાંચ જિલ્લાઓ બાંકુરા, પુરૂલિયા, ઝારગ્રામ, પૂર્વ અને પશ્ચિમ મેદનીપુરની 30 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

હુમલો / મતદાન પહેલા બંગાળમાં પોલિંગ પાર્ટીની ગાડી પર પેટ્રોલ બોમ્બથી કરાયો હુમલો

Assam, West Bengal election 2021 live updates: First phase of polling  begins - The Times of India

પ્રથમ તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં તૃણમૂલ કોંગ્રેસના શ્રીકાંત મહાતો, રાજીવ લોચન સરીન, ઉત્તમ બારીક, દિનીન રાય અને જૂન માલિયા, ભાજપના રવીન્દ્રનાથ મૈટી, ચંદના બૌરી અને રાજીવ કુંડુ અને કોંગ્રેસના નેપાળ મહાતો, ઉત્તમ બેનર્જી, પાર્થ પ્રતિમ બેનર્જી અને માનસ કુમાર કરમહાપત્ર શામેલ છે. તમને જણાવી દઈએ કે, આ વખતે બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે.તમામ 294 બેઠકોનું પરિણામ 2 મેના રોજ આવશે.

મંદિરો બંધ / વીરપુરનું જલારામ મંદિર આજથી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ,ડાકોર અને દ્વારકા મંદિરો પણ તહેવારોમાં રહેશે બંધ

Election results 2019 West Bengal: TMC wins 22 seats, faces stiff battle  from BJP - India Today

પીએમ મોદીએ ટ્વીટ કરીને બંગાળની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ બંગાળી અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને આ અપીલ કરી હતી.

મહારાષ્ટ્ર / પૂણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ

pm 2 પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મતદારોમાં જબરો ઉત્સાહ

પહેલા તબક્કાની આ 30 બેઠકો પર મતદાન:

આજે બાંકુરા, પુરૂલિયા, ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મિદનાપુર જિલ્લાની 30 બેઠકો પર મતદાન થવાનું છે. આ  બેઠકોમાં પાતશપુર, ભગવાનપુર, ખેજુરી, કાંતી દક્ષિણ, આગ્રા, રામનગર, બિનપુર, ગોપીબલ્લભપુર, ઝારગ્રામ, નયગ્રામ, કેસરી, ગડબેતા, સાલબોની, ખડગપુર, મેદિનીપુર, દંતન, બંદવાન, બલરામપુર, જયપુર, પુરૂલિયા, બાગમુંદી, મનબજાર, રઘુનાથપુર, કાશીપુર, સલ્ટોરા, રાણીબંધ, રાયપુર અને છત્નાનો સમાવેશ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…