ઉત્તરાખંડ/ ભાજપના કાર્યકરની ફરિયાદ પર ત્રિરંગાનું અપમાન કરવા બદલ એક વ્યક્તિ સામે નોંધાયો ગુનો

શર્માની ફરિયાદને “વ્યક્તિગત બદલો” તરીકે ગણાવતા હુસૈને કહ્યું, “હું એક બજારમાં તેની સાથે ટકરાયો. તે ત્યાં ધ્વજ વહેંચી રહ્યો હતો. મને જોયા પછી, તેણે મને ગાળો આપવાનું શરૂ કર્યું અને માર મારવાનો પ્રયાસ કર્યો તે જ સમયે જ્યારે ધ્વજ તેના હાથમાંથી પડી ગયો.

Top Stories India independence day
અપમાન

ઉત્તરાખંડનાં ઉધમસિંહ નગર માં 40 વર્ષીય જિમ માલિક ઇફ્તિખાર હુસૈન પર ભાજપના કાર્યકર્તા સોનુ શર્મા દ્વારા ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને શુક્રવારે ઉધમસિંહ નગર જિલ્લામાં પોલીસે ધરપકડ કરી અને જેલમાં મોકલ્યો.ઉત્તરાખંડના ભાજપના વડા મહેન્દ્ર ભટ્ટની ટિપ્પણીના એક દિવસ પછી આ આવ્યું છે.  તેમને કહ્યું હતું કે “જો તેઓ તેમના ઘરોમાં ત્રિરંગો ન ફરકાવે તો લોકોના રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવી શકાય છે”. ભટ્ટે “ધ્વજ ન ફરકાવતા ઘરોના નામ અને સરનામા” પણ પૂછ્યા હતા. આ ઘટના જિલ્લાના સિતારગંજ શહેરમાં બની હતી. ઉધમસિંહ નગર …….

સિતારગંજના એસએચઓ પ્રકાશ સિંહ દાનુએ આ બાબતે જણાવ્યું હતું કે, “ફરિયાદી સોનુ શર્મા, જે બીજેપીના મંડળ ઉપાધ્યક્ષ છે. તેમને  અમારો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેના પાડોશી ઈફ્તિખાર હુસૈને તેના હાથમાંથી એક ઝંડો છીનવી લીધો અને તેને પગ નીચે મૂકી દીધો. શર્માના કહેવા પ્રમાણે, હુસૈને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો અને તેની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની નોંધ લેતા, હુસૈન સામે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971 અને IPC કલમ 504 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.”

સોનું શર્મા  ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે પાર્ટીના અન્ય કાર્યકરો સાથે ધ્વજનું વિતરણ કરી રહ્યા હતા. તેઓ સ્થાનિક રહેવાસીઓને 15 ઓગસ્ટે તેમના ઘરો ઉપર ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શર્મા હુસૈનના પાડોશી પણ છે.

જયારે બીજી તરફ શર્માની ફરિયાદને “વ્યક્તિગત બદલો” તરીકે ગણાવતા હુસૈને કહ્યું, “હું એક બજારમાં તેની સાથે ટકરાયો. તે ત્યાં ધ્વજ વહેંચી રહ્યો હતો. મને જોયા પછી, તેણે મને ગાળો આપવાનું શરૂ કર્યું અને માર મારવાનો પ્રયાસ કર્યો તે જ સમયે જ્યારે ધ્વજ પડી ગયો તેના હાથમાંથી. મારે તેની સાથે કોઈ લેવાદેવા નહોતી.”

હુસૈનના મોટા ભાઈ ઈશ્તિયાકે ઉમેર્યું હતું કે, “મારો ભાઈ કોંગ્રેસનો કાર્યકર રહ્યો છે. શર્મા અને તેના સાથીઓએ મારા ભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મારો ભાઈ ક્યારેય ત્રિરંગાનું અપમાન કરી શકે નહીં. હકીકતમાં, તે ‘તિરંગા યાત્રા’નો ભાગ હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા એક દિવસ અગાઉ યોજવામાં આવ્યો હતો.

એસએચઓ દાનુએ જણાવ્યું હતું કે પોલીસ બે પડોશીઓ વચ્ચે ભૂતકાળમાં થયેલા ઝઘડા વિશે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. સંપૂર્ણ તપાસ કર્યા પછી કેસમાં અંતિમ અહેવાલ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો : મફતની રેવડી ગરીબોને અને ધનિકોને!