Not Set/ ધોરણ 12 CBSE બોર્ડ પરિક્ષાઓ કરવામાં આવી રદ્દ,PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓને લઈને શરૂઆત થઈ છે. સીબીએસઇના અધ્યક્ષ અને શિક્ષણ મંત્રાલયના બંને સચિવો બેઠકમાં હાજર છે. બેઠકમાં ધોરણ 12ની

Top Stories India
modi meet cbse 2 ધોરણ 12 CBSE બોર્ડ પરિક્ષાઓ કરવામાં આવી રદ્દ,PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય

CBSE બોર્ડની પરીક્ષાને લઇને મોટા સમાચારપ્રાપ્ત થઇ રહ્યા છે. CBSE ધો.12ની પરિક્ષાઓ  રદ્દ કરવામાં આવી છે.આ માટે PM મોદીની બેઠકમાં  નિર્ણય લેવાયો છે.ખાસ કરીને કોરોનાના કારણે બાળકોની હીતમાં લેવાયો નિર્ણય લેવાયો છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કેબાળકોના જીવને જોખમમાં ન નાખી શકાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓને લઈને શરૂઆત થઈ હતી. સીબીએસઇના અધ્યક્ષ અને શિક્ષણ મંત્રાલયના બંને સચિવો બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ધોરણ 12ની પરીક્ષાને લઈને વિચારણા કરવામાં આવી હતી. કોરોનાના કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે, આવી સ્થિતિમાં, પરીક્ષાઓ કેવી રીતે લેવામાં આવશે, પરીક્ષાઓ લેવામાં આવશે કે કેમ તે અંગે તે અવઢવનો અંત આવ્યો છે તમામ રાજ્યો અને અન્ય હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી, તેમને શક્ય તમામ વિકલ્પો સમજાવવામાં આવ્યા હતા. ભારત સરકારના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

અગાઉ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક આજે બોર્ડની પરીક્ષાઓ અંગે નિર્ણય લેવાના હતા, પરંતુ અચાનક બગડ્યા પછી તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે 03 જૂન સુધીમાં પરીક્ષાઓ અંગેના તેના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરવાની રહેશે. 31 મેના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને પરીક્ષાઓ અંગે નિર્ણય લેવા 2 દિવસ માંગ કરી હતી. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.

સીબીએસઇએ 14 એપ્રિલે કોરોનાવાયરસના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વર્ગ 10 ની પરીક્ષા રદ કરવાની અને ધોરણ 12ની પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ મુદ્દે ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ચર્ચા કરેલી દરખાસ્તો પર વિગતવાર સૂચનો માંગ્યા હતા. સરકારે પરીક્ષા રદ કરવાની માંગણીની સુનાવણી હાથ ધરેલી સુપ્રીમ કોર્ટને જણાવેલ છે કે, તે 3 જૂન સુધીમાં અંતિમ નિર્ણય લેવાનો હતો જે આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં લેવાઈ ચૂક્યો છે.

બીજી તરફ, દિલ્હી ચીફ અરવિંદ કેજરીવાલે સીબીએસઈની પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે ભૂતકાળના પ્રદર્શનના આધારે વર્ગ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરો અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરો.

majboor str ધોરણ 12 CBSE બોર્ડ પરિક્ષાઓ કરવામાં આવી રદ્દ,PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય