Not Set/ દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

એવું માનવામાં આવે છે કે, દૂધને ઉકાળવામાં આવે તો તેેના પોષક તત્વો ઓછાં થાય છે. પણ હકીકતમાં….

Health & Fitness Trending Lifestyle
Milk દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

દૂધને કેલ્શિયમનો સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. એક્સપર્ટ પણ દરરોજ 1 ગ્લાસ દૂધ પીવાની સલાહ આપે છે. પરંતુ એવી ઘણી બધી ચીજો છે, જેમાં દૂધ કરતા પણ વધુ માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આવ જાણીએ કે એવી કઈ કઈ ચીજો છે જે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે.

જાણો દૂધ સાથે જોડાયેલી હકીકતો:

– 2 ચમચી શિયા સીડ્સમાં દૂધ કરતાં 6 ગણું વધારે કેલ્શિયમ હોય છે.
– 100 મિલીલિટર દૂધમાં 125 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે
– 100 ગ્રામ રાગીમાં 344 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે.
– એક્સપર્ટ અનુસાર શરીરમાં કેલ્શિયમ એબ્ઝોર્બ કરવા માટે વિટામિન D પૂરતી માત્રામાં હોવું તે જરૂરી છે.
– ફળ ખાધા બાદ તરત દૂધ પીવામાં આવે તો એલર્જી થઈ શકે છે.
– દૂધને ફક્ત લંચ કે ડિનરને બદલે રિપ્લેસ ન કરવું જોઈએ. કારણ કે શરીરને વિટામિન C, ફાઈબર સહિત અનેક પોષક તત્વોની જરૂર હોય છે. તે દૂધમાં હોતા નથી.
– દૂધમાં તજ અને હળદર ઉમેરી પીવાથી દૂધનો સ્વાદ અને ઈમ્યુનિટી વધે છે.
– એવું માનવામાં આવે છે કે, દૂધને ઉકાળવામાં આવે તો તેેના પોષક તત્વો ઓછાં થાય છે. પરંતુ દૂધ ખરાબ ન થાય તે માટે તેને ઉકાળવામાં આવે છે. જેનાથી તેમાં રહેલા હાનિકારક  બેક્ટેરિયાનો નાશ થાય. તેને ઉકાળવાથી પોષક તત્વો પર અસર થતી નથી. ડાયટિશિયન અનુસાર દૂધને અનેક વખત ઉકાળવામાં આવે, તો પણ પોષક તત્વો નાશ પામતા નથી.
– ડાયટિશિયન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે દૂધ ખાલી પેટ ન લેવું જોઈએ. આમ કરવાથી પાચન ક્રિયા બગડી શકે છે.
– આયુર્વેદ અનુસાર જો તમને કફ દોષ હોય તો સવારે ખાલી પેટ દૂધ ન લો. તેનાથી ઉધરસની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો- દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે