Not Set/ ગીર: સિંહોના અપમૃત્યુનો મામલો,હાઈકોર્ટે જાહેર કરી નિર્દેશિકા

ગીર, ગીરમાં સિંહોના અકાળે થયેલા મૃત્યુના મામલે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશિકા જાહેર કરી છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે વાઇરસ ફેલાય નહીં તે મામલે રાજ્ય સરકાર નિષ્ણાતોના મત મુજબ જરૂરી યોગ્ય પગલાં લે. જંગલોમાં જે કૂવાઓ છે તે કુવાઓને ઢાંકવા માટે સબસિડી આપવામાં આવે. સિંહોની સલામતી માટે ફાળવાતી રકમને લઈને પણ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો […]

Gujarat Others Trending
qcqtprnged 1464182242 ગીર: સિંહોના અપમૃત્યુનો મામલો,હાઈકોર્ટે જાહેર કરી નિર્દેશિકા

ગીર,

ગીરમાં સિંહોના અકાળે થયેલા મૃત્યુના મામલે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશિકા જાહેર કરી છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે વાઇરસ ફેલાય નહીં તે મામલે રાજ્ય સરકાર નિષ્ણાતોના મત મુજબ જરૂરી યોગ્ય પગલાં લે.

જંગલોમાં જે કૂવાઓ છે તે કુવાઓને ઢાંકવા માટે સબસિડી આપવામાં આવે. સિંહોની સલામતી માટે ફાળવાતી રકમને લઈને પણ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે.

સાથે જ મામલતદાર દર પંદર દિવસે સ્થાનિક કલેક્ટરને પ્રોગ્રેસ અંગેનો રિપોર્ટ સોંપે અને 15 જાન્યુઆરી સુધીમાં કેવા પગલાં લેવાયા તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. જે બાદ 16 જાન્યુઆરીએ આ અંગે વધુ સુનાવણી કરવામાં આવશે.