OMG!/ સંશોધકોને ઇજિપ્તની રાણીની કબરમાંથી મળ્યો 5000 વર્ષ જૂનો વાઈન

ઇજિપ્તની રાણી એકમાત્ર મહિલા છે જેને ઇજિપ્તની સૌથી જૂની શાહી સમાધિ એબીડોસ ખાતે ભવ્ય કબર છે. કબરની અંદરના શિલાલેખો સૂચવે છે કે રાણીએ તિજોરી સહિત સરકારી વિભાગો પર પણ દેખરેખ રાખતા હતા.

World Trending
YouTube Thumbnail 2023 10 26T111001.439 સંશોધકોને ઇજિપ્તની રાણીની કબરમાંથી મળ્યો 5000 વર્ષ જૂનો વાઈન

ઇજિપ્તમાં એક કબરને લઈને રસપ્રદ માહિતી સામે આવી છે. સંશોધકોને એક કબરમાંથી ખોદકામ દરમ્યાન 5000 વર્ષ જૂનો વાઈન મળ્યો છે. આ કબર ઇજિપ્તની પ્રથમ મહિલા ફિરોનની છે. ફિરોનની કબરમાંથી સીલબંધ બરણીમાં ભરેલ દારૂ મળી આવ્યો. સંશોધકોનું માનવું છે કે ઇજિપ્તની રાણી અને તેના નોકરો દારૂના શોખીન હશે. તેથી મોટી માત્રામાં દારૂનો સંગ્રહ કરતા હશે.

ઇજિપ્તની રાણી મેરેટ-નીથ ફિરોન વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. ઇજિપ્તની રાણી ફિરોનના ઇતિહાસ વિશે એટલું જ જાણીએ છીએ કે તે તેના સમયની સૌથી શક્તિશાળી મહિલા હતી. રાણી મેરેટ ફિરોન વિશે માહિતી સામે આવી છે જે  ઇજિપ્તની રાણી અને તેના નોકરો કદાચ દારૂના શોખીન હતા. પુરાતત્વવિદોએ હાલ એબીડોસ ખાતે તેમની કબર ખોદતી વખતે અનેક બંધ બરણીઓ મળી જે માટીની હતી અને તેમાં 5000 વર્ષ જૂનો વાઇન હતો.

સંશોધકોના ધ્યાનમાં આવ્યું કે માટીના બંધ બરણીઓ સારી રીતે સચવાયેલી હતી. જો કે બરણીમાં રહેલ વાઈન હવે પ્રવાહી સ્વરૂપમાં નથી તેમ વાઈન લાલ હતો કે સફેદ તે પણ જાણી શકાયું નથી. મુખ્ય સંશોધક ક્રિસ્ટીના કોહલરે જાહેર કર્યું કે બરણીની સામગ્રીઓ એક ટન કાર્બનિક અવશેષોથી ભરેલો હતો, જેમાં દ્રાક્ષના બીજ અને સ્ફટિકો હતા. આનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમનું માનવું છે કે આલ્કોહોલનો બીજો સૌથી જૂનો અને સૌથી સીધો પુરાવો હોઈ શકે છે.

ઇજિપ્તની રાણી એકમાત્ર મહિલા છે જેને ઇજિપ્તની સૌથી જૂની શાહી સમાધિ એબીડોસ ખાતે ભવ્ય કબર છે. કબરની અંદરના શિલાલેખો સૂચવે છે કે રાણીએ તિજોરી સહિત સરકારી વિભાગો પર પણ દેખરેખ રાખતા હતા. મેરેટ નીથના સમાધિ સંકુલમાં રાણીની કબર ઉપરાંત 41 દરબારીઓ અને નોકરોની કબરો પણ હોવાનું તેમજ કબરોમાં માટીની ઇંટો, માટી અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સંશોધનમાં સામે આવ્યું. આ સાથે એ બાબત પણ ધ્યાનમાં આવી કે અનેક તબક્કામાં સમયાંતરે કબરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ટીમની તપાસમાં જાણવા મળ્યું છે કે ફિરોનની કબરોની નજીક પ્રથમ વખત મળી આવેલી કેટલીક કબરો દ્વારા માનવ બલિદાનના વિચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તે કદાચ પ્રથમ રાજવંશ દરમિયાન શાહી દફનવિધિનો ભાગ હતો.


whatsapp ad White Font big size 2 4 સંશોધકોને ઇજિપ્તની રાણીની કબરમાંથી મળ્યો 5000 વર્ષ જૂનો વાઈન


આ પણ વાંચો : Firing/ અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, 16ના મોત અને 60 લોકો ઘાયલ

આ પણ વાંચો : Israel Hamas War/ ઈઝરાયલ પીએમ નેતન્યાહુએ ભૂમિ આક્રમણ માટે પ્લાન તૈયાર કર્યો!

આ પણ વાંચો : Mumbai-Ahmedabad Bullet Train Project/ બુલેટ ટ્રેનના કારણે શાહીબાગના રહેવાસીઓ પર મોટી આફત, કરી સરકારને ફરિયાદ