Not Set/ તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલું ‘પડા પાદર’ ગામ

ગીર સોમનાથ વિકસિત ગુજરાતની એવી વાસ્તવિકતા કે જ્યાં હજુ સુધી તંત્ર દ્વારા 14 વર્ષથી તૂટેલો પુલ નથી બન્યો અને શાળાના મેદાનમાં એવા ઓરડાઓ છે કે જેનાથી મોટો અકસ્માત સર્જાય શકે છે, ગામજનોની લાખોવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ ગામમાં ડોક્યું પણ કરવા નથી. 14 વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં તંત્ર ફરક્યું નથી. ગીર સોમનાથ […]

Top Stories Gujarat Others Trending
jhg તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલું ‘પડા પાદર’ ગામ

ગીર સોમનાથ

વિકસિત ગુજરાતની એવી વાસ્તવિકતા કે જ્યાં હજુ સુધી તંત્ર દ્વારા 14 વર્ષથી તૂટેલો પુલ નથી બન્યો અને શાળાના મેદાનમાં એવા ઓરડાઓ છે કે જેનાથી મોટો અકસ્માત સર્જાય શકે છે, ગામજનોની લાખોવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ ગામમાં ડોક્યું પણ કરવા નથી.

14 વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં તંત્ર ફરક્યું નથી.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું બે વિભાગમાં વહેચાયેલું પડા પાદર ગામ છે. જે પશ્ચિમ પડા અને પૂર્વ પડા તરીકે પણ ઓળખાય છે. બંને ગામનો વચ્ચેથી ઉના વિસ્તારની વિશાલ નદી વહે છે જેનો પટ 600 મીટર લાંબો છે અને 100 ફૂટ ઊંડો પણ છે અને આ બંને ગામના ગ્રામજનોને અને વિદ્યાર્થીઓને જીવના જોખમે આ નદી પસાર કરીને જવું પડે છે.

આ બંને ગામને જોડતો કોઈ પુલ નથી અને જે પુલ હતો એ તૂટી ગયાને 14 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. છતાં તંત્ર ધ્યાન આપતું. ગ્રામજનો, પશુઓ અને ખાસ તો ઉચ્ચ માધ્યમિક શાળાના હોવાથી નાના સમઢીયાળા ગામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

jhg 1 તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલું ‘પડા પાદર’ ગામ

બાળકોનું શિક્ષણ પણ આ નદીની હાલાકીને લીધે બગડી રહ્યું છે.

રાવલ નદીના ભારે પ્રવાહમાં પશુઓ પણ તણાય જાય છે. તેવા પ્રવાહમાં આ વિદ્યાર્થીઓને જવાની ફરજ પડે છે. સરકાર બેટી બચાવો બેટી પઢાવો કહે છે તો કઈ રીતે અહીં બેટી પઢાવવી.? ભારે તકલીફ ગામના લોકોને વેઠવી પડે છે. આ નદીમાં પાણીનો પ્રવાહ ખુબ જ તેજ ગતિથી વહે છે જેના કારણે અકસ્માત થવાનો ભય રહે છે.

ગામના બાળકોનું શિક્ષણ પણ આ નદીની હાલાકીને લીધે બગડી રહ્યું છે. આ વિશે ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર રજુઆત ધારાસભ્યોને, વિધાનસભામાં અને સંસદને પણ રજુઆત પણ કરી છે. સરકાર પાંચ વર્ષમાં એક જ વાર આવે છે. ચુંટણી બાદ કોઈ ડોકયું કરવા આ ગામમાં આવતી નથી.

jhg 2 તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલું ‘પડા પાદર’ ગામ

શાળાના મેદાન માં સાપ અને બીજા જીવજંતુઓ.

તેમજ ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં ઇરીગેશનના બે જર્જરિત ઓરડાઓ આવેલા છે. કે જેનો ઇરીગેશન દ્વારા કયારેક ઉપયોગ કરવામાં આવતો નથી. એટલી હદે જર્જરિત છે કે ગમે ત્યારે તૂટી પડે તેમ છે.

jhg 3 તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલું ‘પડા પાદર’ ગામ

જેના લીધે શાળાના મેદાન માં સાપ અને બીજા જીવજંતુઓ નીકળ્યા કરે છે. આ ખંઢેર બનેલા રૂમો માં જંગલ નજીક માં હોવાથી દીપડાઓ આવી ને ઘુસી જાય તો પણ ખ્યાલ ન આવે તેવા છે .આ અંગે ઇરીગેશન માં અનેક વાર લેખિત જાણ કરી છે તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવાયાં નથી.

jhg 4 તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલું ‘પડા પાદર’ ગામ

શાળાના બાળકો આ ઓરડાની પાસે આવેલ પાણીના નળ પાસે જતાં હોય છે જેથી તેમના જીવ નું જોખમ રહેલું છે. જેથી વહેલી તકે આ ઓરડાને અહીં થી દુર કરવામાં આવે તેવી માંગ છે.