Not Set/ UPના દેવરિયામાં પણ સામે આવ્યું “મુઝફ્ફરપુર કાંડ”, શેલ્ટર હોમમાં છાપેમારી કરીને છોડાવાઈ ૨૪ છોકરીઓ

દેવરિયા, બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં ૩૪ છોકરીઓ સાથે થયેલા રેપ કેસ મામલે ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે અને આ મામલો બિહારથી લઇ રાજધાની દેલ્હી સુધી પહોચી ચુક્યો છે. ત્યારે હવે આ જ પ્રકારે ઉત્તરપ્રદેશના દેવરિયામાંથી એક શેલ્ટર હોમમાંથી ૨૪ છોકરીઓને છોડાવવામાં આવી છે. યુપીમાં દેવરિયા જિલ્લામાં સ્થિત એક શેલ્ટર હોમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી પોલીસદળની ટીમે છાપેમારી […]

Top Stories India Trending
UPના દેવરિયામાં પણ સામે આવ્યું "મુઝફ્ફરપુર કાંડ", શેલ્ટર હોમમાં છાપેમારી કરીને છોડાવાઈ ૨૪ છોકરીઓ

દેવરિયા,

બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં ૩૪ છોકરીઓ સાથે થયેલા રેપ કેસ મામલે ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે અને આ મામલો બિહારથી લઇ રાજધાની દેલ્હી સુધી પહોચી ચુક્યો છે. ત્યારે હવે આ જ પ્રકારે ઉત્તરપ્રદેશના દેવરિયામાંથી એક શેલ્ટર હોમમાંથી ૨૪ છોકરીઓને છોડાવવામાં આવી છે.

યુપીમાં દેવરિયા જિલ્લામાં સ્થિત એક શેલ્ટર હોમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી પોલીસદળની ટીમે છાપેમારી કરી ૨૪ છોકરીઓને છોડાવી હતી.

Dj4 OqMVsAAaCco UPના દેવરિયામાં પણ સામે આવ્યું "મુઝફ્ફરપુર કાંડ", શેલ્ટર હોમમાં છાપેમારી કરીને છોડાવાઈ ૨૪ છોકરીઓ

સોમવારે સવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સુપ્રિટેન્ડેન્ટ પોલીસના આગેવાનીમાં પોલીસદળની ટીમ સાથે દેવરિયાના રેલ્વે સ્ટેશન રોડ પર સ્થિત વિંધ્યવાસિની નામના શેલ્ટર હોમમાં છાપેમારી કરી હતી. આ દરમિયાન ત્યાંથી ૨૪ છોકરીઓને રેસ્ક્યુ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ જાણકારી મેળવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યા મુજબ, આ શેલ્ટર હોમ ગેરકાયદેસર રીતે સંચાલિત કરવામાં આવતું હતું. જેમાં ૨૪ જેટલી છોકરીઓને રાખવામાં અઆવી હતી. જો કે આ શેલ્ટર હોમ મામલે સ્થાનિક પ્રશાસનને પહેલેથી જ ખબર હતી, પરંતુ કાર્યવાહી હવે કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, દેવરિયાનું આ શેલ્ટર હોમ ઘણા વર્ષોથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ શેલ્ટર હોમની એક બ્રાંચ રજલા ગામમાં પણ છે. જો કે આ પહેલા ૨૦૧૭માં શેલ્ટર હોમની માન્યતા રદ્દ કરાઈ હતી.

યુપી સરકારમાં મહિલા તેમજ બળ કલ્યાણ મંત્રી રીતા બહુગુણા જોષીએ કહ્યું, “ગત વર્ષે CBI દેવરિયાના આ શેલ્ટર હોમનું નિરીક્ષણ કર્યું હતું. CBIની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, દેવરિયામાં ચલાવવામાં આવી રહેલું શેલ્ટર હોમ ગેરકાયદેસર રીતે સંચાલિત છે.

 આ ઘટના ક્યારે સામે આવી ?

મહત્વનું છે કે, મુઝફ્ફરપુર શેલ્ટર હોમની આ ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું, જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડિકલ રિપોર્ટમાંથી ૩૪ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.

ત્યારબાદ કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આ શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.

આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.