Mumbai-Ahmedabad bullet train project/ બુલેટ ટ્રેનના કારણે શાહીબાગના રહેવાસીઓ પર મોટી આફત, કરી સરકારને ફરિયાદ

શાહીબાગના રહેવાસીઓની માગણી રિપોર્ટ તૈયાર કરી લેખિતમાં ખાતરી આપે કે બૂલેટ ટ્રેન માટે એલિવેટેડ કોરિડોરના બાંધકામ વખતે સોસિયટીને કોઈ નુકસાન નહીં થાય.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 10 26T102507.313 બુલેટ ટ્રેનના કારણે શાહીબાગના રહેવાસીઓ પર મોટી આફત, કરી સરકારને ફરિયાદ

અમદાવાદ મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડતી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શાહીબાગના સ્થાનિકો માટે સમસ્યારૂપ બન્યો છે. આ પ્રોજેક્ટનું તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે કરાતા ખોદકામને લઈને આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ ચિંતિત બન્યા છે. સ્થાનિકોમાં ચિંતા ઉદભવાનું કારણ એ છે કે તેમને ડર છે કે પિલરના કન્સ્ટ્રક્શન માટે જે ખોદકામ થાય છે તેના કારણે તેમના આવાસનું સ્ટ્રકચર નબળું પડી જશે. આ મામલે તેમણે સરકારને રજૂઆત કરી છે.

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં હાઈ સ્પીડ ટ્રેન માટે થઈ રહેલ ખોદકામને લઈને રેલવે લાઈનની આસપાસની કેટલીક સોસાયટીઓમાં ગભરાટ ફેલાયો છે. શાહીબાગની નીલમબાગ સોસાયટી કે જે 40 વર્ષ જૂની છે અને સોસાયટીમાં 48 યુનિટ છે . આ સોસાયટીના રહીશોને ભય છે કે ખોદકામમાં સાવધાની નહી રાખતા તેમની સોસાયટી નબળી પડી શકે અથવા તો ધ્વસ્ત થવાનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. રેલવે ટ્રેકથી 1.25 મીટર દૂર હોવાના કારણે સોસાયટીના રહીશોએ કલેકટરને અનેક વખત રજૂઆત કરતા માંગણી કરી છે કે કામમાં સાવધાની રાખવામાં આવે અને તેમને લેખિતમાં વચન આપવામાં આવે કે બૂલેટ ટ્રેનના બાંધકામના કારણે તેમની સોસાયટીને કોઈ નુકસાન થશે નહિ.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થયા બાદ શાહીબાગ વિસ્તારની રેલવે લાઈન પર કામ શરૂ થયું. જેના બાદ ત્યાંની આસપાસની સોસાયટીના રહેવાસીઓએ સ્ટ્રક્ચરલ એન્જિનિયરની મદદથી બિલ્ડિંગની સ્ટ્ર્રેન્થ અંગે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ રિપોર્ટ મુજબ આ સોસાયટીઓ જૂની છે તેથી તેની આસપાસ કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે તો સોસાયટીને મોટું નુકસાન થઈ શકે છે. કલેકટર અને હાઈ સ્પીડ રેલવે કોર્પ. સાથે આ મામલે રજૂઆત કરતા સોસાયટીના રહીશોએ ત્રણ વખત બેઠક યોજવા છતાં કોઈ નક્કર પરિણામ ના આવ્યું.

આ સોસાયટીના રહેવાસીઓ બુલેટ ટ્રેનના પ્રોજેકટના ખોદકામ સિવાય અન્ય સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. આ સોસાયટી જમીનના ટાઈટલ અંગે પણ કોર્ટમાં ન્યાયની માંગણી કરી રહી છે. આ સોસાયટી જે જમીન પર બની છે તેના ટાઈટલ માટે તેઓ કોર્ટમાં કેસ લડી રહ્યા છે અને તેમને ડર છે કે હાઈ સ્પીડ ટ્રેન માટે થતા ખોદકામમાં સોસાયટી ધ્વસ્ત થશે તો તેમને વળતર પણ મળશે નહી અને જમીન પણ ગુમાવવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બુલેટ ટ્રેનના કારણે શાહીબાગના રહેવાસીઓ પર મોટી આફત, કરી સરકારને ફરિયાદ


આ પણ વાંચો : હુમલો/ અમદાવાદમાં દક્ષિણ ઝોન CNCD વિભાગની ટીમ પર ટોળાએ કર્યો પથ્થરમારો,એક જ દિવસમાં AMC ટીમ પર

આ પણ વાંચો : Chandrayan/ શરદ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી આ વ્રત રાખવાથી મળશે પાપોમાંથી મુક્તિ

આ પણ વાંચો : SEBI/ શેરબજારના અસલી ‘બાપ’ કોણ, SEBIએ ફાઇનાન્સ ઈફ્લૂએન્સર સમજાવ્યું