Stock Market/ શેરબજારનો પ્રારંભ જ કડાકાથી, સેન્સેક્સમાં 555 પોઇન્ટનો ઘટાડો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ભારતીય શેરબજાર પર અસર ઓસરવાનું નામ જ લેતી નથી. ગુરુવારે બણ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં ખૂલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ 275 પોઇન્ટના ઘટાડા સાથે 63,773 પર ખૂલ્યો હતો

Top Stories Business
Stock market 2 શેરબજારનો પ્રારંભ જ કડાકાથી, સેન્સેક્સમાં 555 પોઇન્ટનો ઘટાડો

અમદાવાદઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ભારતીય શેરબજાર પર અસર ઓસરવાનું નામ જ લેતી નથી. ગુરુવારે બણ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં ખૂલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ 275 પોઇન્ટના ઘટાડા સાથે 63,773 પર ખૂલ્યો હતો અને આ લખાય છે ત્યારે તે 560 પોઇન્ટ ડાઉન થઈ 63486 થયો છે.

જ્યારે એનએસઇનો ઇન્ડેક્સ નિફ્ટી 50 0.49 પોઇન્ટના ઘટાડા સાથે 19,027.25 પર ખૂલ્યો હતો અને હાલમાં તે લગભગ 200 પોઇન્ટ ઘટીને 18,921 થઈ ગયો છે. દિવસ દરમિયાન તે ઘટાડાનો ટ્રેન્ડ જારી રાખે તેમ માનવામાં આવે છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ 123.60 પોઇન્ટના ઘટાડા સાથે 42,708.40 પર ખૂલ્યો હતો. આમ બજારમાં સળંગ છઠ્ઠા દિવસે પણ ઘટાડો જારી રહ્યો છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વધુને વધુ લંબાતા તથા વધારે તીવ્ર બનતા બજાર પર પણ તેની વિપરીત અસર જોવા મળી રહી છે.

બજારે રશિયા-યુક્રેન યુદ્ધને માંડ-માંડ ડિસ્કાઉન્ટ કર્યુ હતુ ત્યાં તેના માટે આ નવી આફત આવીને ઊભી છે. આ ઉપરાંત ઇઝરાયેલે લેબનોમાં હિઝબુલ્લાહ પર હુમલા કરતા અને સીરિયા પર પણ હુમલા કરતા આ યુદ્ધનો વ્યાપ મધ્યપૂર્વમાં વિસ્તરે તેમ માનવામાં આવે છે. આ સંજોગોમાં મંદીનો વ્યાપ વધુ ઘેરો બની શકે છે. ક્રૂડના ભાવ પર વિપરીત અસર જોવા મળી શકે છે. રોકાણકારો સલામત એસેટ તરીકે શેરબજારમાંથી નાણા કાઢીને સોનામાં રોકવા દોટ લગાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 શેરબજારનો પ્રારંભ જ કડાકાથી, સેન્સેક્સમાં 555 પોઇન્ટનો ઘટાડો


 

આ પણ વાંચોઃ Firing/ અમેરિકામાં ફરી અંધાધૂંન ગોળીબાર, 16ના મોત અને 60 લોકો ઘાયલ

આ પણ વાંચોઃ  Chandrayan/ શરદ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી આ વ્રત રાખવાથી મળશે પાપોમાંથી મુક્તિ

આ પણ વાંચોઃ ઘટસ્ફોટ/ પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન અંગે કર્યા ઘટસ્ફોટ,હિન્દુઓની હાલત સહિત ધર્મ પરિવર્તન મામલે કર્યા ચોંકાવનારા ખુલાસા