હુમલો/ અમદાવાદમાં દક્ષિણ ઝોન CNCD વિભાગની ટીમ પર ટોળાએ કર્યો પથ્થરમારો,એક જ દિવસમાં AMC ટીમ પર બીજો હુમલો

અમદાવાદના દક્ષિણ ઝોનની સીએનસીડી વિભાગની ટીમ પર હુમલો કરાયો,એક જ દિવસમાં એએમસીની ટીમ પર હુમલાની બીજી ઘટના સામે આવી હતી,

Top Stories Gujarat
9 અમદાવાદમાં દક્ષિણ ઝોન CNCD વિભાગની ટીમ પર ટોળાએ કર્યો પથ્થરમારો,એક જ દિવસમાં AMC ટીમ પર બીજો હુમલો
  • અમદાવાદ: દક્ષિણ ઝોન CNCD વિભાગની ટીમ પર હુમલો
  • એક જ દિવસમાં AMC ટીમ પર હુમલાની બીજી ઘટના
  • રાત્રિ ડ્રાઇવ દરમ્યાન CNCD ટીમ પર થયો પથ્થરમારો
  • HOD જનરલ અને આસિ. મ્યુનિ. કમિશ્નર પર પથ્થરમારો
  • લાંભા વોર્ડના પીરાણાથી પીપળજ રોડ પર બની ઘટના
  • ઢોર છોડાવવા આવેલ કેટલાક લોકોએ કર્યો અચાનક હુમલો
  • ભેગા થયેલ લોક ટોળાએ CNCD ટીમને દોડાવી-દોડાવી માર્યા
  • મોટી સંખ્યામાં લોકોએ પથ્થરમારો કરતા ટીમને સ્થળ છોડવું પડ્યું

અમદાવાદના દક્ષિણ ઝોનની સીએનસીડી વિભાગની ટીમ પર હુમલો કરાયો,એક જ દિવસમાં એએમસીની ટીમ પર હુમલાની બીજી ઘટના સામે આવી હતી,રાત્રિના ડ્રાઇવ દરમિયાન સીએનસીડી ટીમ પર પથ્થરમારાથી હુમલો કરવામાં આવ્યો,એચઓડી જનલપ અને આસિ.મ્યુનિસિપલ કમિશનર પર પથ્થમારો કરવામાં આવ્યો .લાંભા વોર્ડના પીરાણાથી પીપળજ રોડ પર બની ઘટના,ટોળાએ સીએનસીડી ટીમને દોડાવી દોડાવીને માર્યા હતા,મોટી સંખ્યામાં લોકોએ પથ્થરમારો કર્યો હતો .ટીમને આ સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કેઆજે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો દબાણ દૂર કરવાના મામલે ટોળાએ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. ટોળાએ તેમને બેરહેમીથી  માર મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.