Cricket/ ભારતનાં PM મોદી જ્યારે ઇચ્છે ત્યારે PCB ને કરી શકે છે બરબાદઃ રમીઝ રાજા

બે આંતરરાષ્ટ્રીય પ્રવાસ રદ થયા બાદ PCB નાં નવા અધ્યક્ષ રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. હવે ફરી એકવાર તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યુ છે.

Top Stories Sports
PCB vs Modi

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છેલ્લા ઘણા સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બોર્ડ પાસે ક્રિકેટ ચલાવવા માટે પૈસા નથી. આતંકવાદની આગમાં સળગી રહેલા પાકિસ્તાનની કોઈ પણ દેશ મુલાકાત લેવા માંગતુ નથી. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો, જે બાદ સમગ્ર પાકિસ્તાન હચમચી ગયું હતું. બે આંતરરાષ્ટ્રીય પ્રવાસ રદ થયા બાદ PCB નાં નવા અધ્યક્ષ રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. હવે ફરી એકવાર તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યુ છે.

11 8 1 ભારતનાં PM મોદી જ્યારે ઇચ્છે ત્યારે PCB ને કરી શકે છે બરબાદઃ રમીઝ રાજા

આ પણ વાંચો – મોટા સમાચાર / ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમ રણજીત સિંહ હત્યા કેસમાં દોષિત

રમીઝ રાજા માને છે કે, જે દિવસે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે, તે દિવસે PCB બરબાદ થઈ શકે છે. રમીઝ રાજાએ કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 50 ટકા ICC ફંડિંગથી ચાાલે છે, અને ICC ને 90 ટકા ફંડિંગ ભારતીય બજારમાંથી આવે છે. રમીઝ રાજાએ એમ પણ કહ્યું કે, જો પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં ભારતને હરાવે છે તો એક રોકાણકાર PCB ને Blank ચેક આપવા તૈયાર છે. રમીઝ રાજાએ એમ પણ કહ્યું કે, જો PCB આર્થિક રીતે મજબૂત હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો આ રીતે પાકિસ્તાન પ્રવાસ છોડી શકે નહીં. રમીઝ રાજાએ Inter-Provincial Co-ordination (IPC) પર સેનેટની સ્થાયી સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે જો અમારી ક્રિકેટ અર્થવ્યવસ્થા મજબૂત હોત તો અમારો ઉપયોગ ન થયો હોત અને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો અમારી સાથે આવી હરકતો કરી શકી ન હોત. તેમણે કહ્યું કે, શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ બનાવવી અને શ્રેષ્ઠ ક્રિકેટ અર્થતંત્ર બનાવવું એ બે અલગ અલગ બાબતો છે.

11 9 1 ભારતનાં PM મોદી જ્યારે ઇચ્છે ત્યારે PCB ને કરી શકે છે બરબાદઃ રમીઝ રાજા

આ પણ વાંચો – મોટા સમાચાર / RBI એ વ્યાજદરમાં નથી કર્યો કોઇ ફેરફાર, સસ્તી Home લોનની આશાઓ પર ફેરવાયુ પાણી

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ભારત આમને-સામને હશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમો દ્વિપક્ષીય સીરીઝ રમતી નથી, બંને દેશો માત્ર ICC ઈવેન્ટ્સમાં એકબીજાની સામે ટકરાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2019 નાં વર્લ્ડકપ દરમિયાન રમાઈ હતી. આજ સુધી પાકિસ્તાન ક્યારેય વર્લ્ડકપમાં ભારત સામે જીત નોંધાવી શક્યું નથી. ત્યારેે હવે જોવાનુ રહેશે કે શું આ 24 તારીખની મેચમાં પાકિસ્તાન ભારતીય ટીમ સામે જીતી શકશે?