Not Set/ ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમ રણજીત સિંહ હત્યા કેસમાં દોષિત

ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમ સિંહ અને અન્ય પાંચ આરોપીઓને 2002 માં માર્યા ગયેલા રણજીત સિંહની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. 

Top Stories India
  • ગુરમીત રામરહીમ વધુ એક કેસમાં દોષિત
  • ગુરમીત રામરહિમ સહિત પાંચને દોષી કરાર
  • રણજીતસિંહ હત્યાકાંડ મુ્દ્દે કોર્ટની કાર્યવાહી
  • 12 ઓકટોબરે સંભળાવાશે સજા
  • ગુરમીત રામરહીમને વીસી દ્વારા રજૂ કરાયા
  • સાધ્વીનાં યૌન શોષણ મુદ્દે સજા
  • અગાઉ 20 વર્ષની થઇ હતી સજા

ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમ સિંહ અને અન્ય પાંચ આરોપીઓને 2002 માં માર્યા ગયેલા રણજીત સિંહની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. રણજીત સિંહ ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમનાં સમર્થક હતા અને 10 જુલાઈ 2002 નાં રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. CBI એ 3 ડિસેમ્બર, 2003 નાં રોજ રણજીત સિંહ હત્યા કેસમાં FIR નોંધાવી હતી. આ અરજી રણજીત સિંહનાં પુત્ર જગસીર સિંહે દાખલ કરી હતી.

આ પણ વાંચો – Special Day / ભારતીય વાયુસેના દિવસે PM મોદીએ વીર યોદ્ધાઓ અને તેમના પરિવારને પાઠવી શુભેચ્છાઓ

આ સપ્તાહની શરૂઆતમાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગુરમીત રામ રહીમ સિંહ વિરુદ્ધ હત્યાની સુનાવણી પંચકુલાની CBI કોર્ટમાંથી અન્ય CBI કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી ફગાવી દીધી હતી. હવે, પંચકુલાની વિશેષ CBI કોર્ટે ગુરમીત રામ રહીમ સિંહ અને અન્ય પાંચ સહ-આરોપીઓને IPC કલમ 302 (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યા છે. જણાવી દઇએ કે, 12 ઓક્ટોબરે સજા જાહેર કરવામાં આવશે. ગુરમીત રામ રહીમ સિંહ તેના “આશ્રમ” માં તેની બે મહિલા શિષ્યો પર દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઓગસ્ટ 2017 માં પંચકુલાની CBI ની વિશેષ અદાલતે તેમને દોષિત ઠેરવ્યા હતા. ગુરમીત રામ રહીમને બુર્જ જવાહર સિંહ વાલા ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબની “બીર” (નકલ) ચોરી સંબંધિત કેસમાં પણ આરોપી ઠેરવવામાં આવ્યા છે.