Not Set/ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન, હટાવ્યો ભારતનો ઝંડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લંડનની સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટરમાં ‘ભારત કી બાત સબકે સાથ’ કાર્યક્રમ દ્વારા વિશ્વને સંબોધવમ આવ્યું હતું. મોદી ગુરુવારે લંડનમાં કોમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લેશે. પરંતુ આ પહેલા જ એક મોટો વિવાદ શરુ થયો છે. આ બેઠક યોજાવાની છે ત્યાં, બધા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્રીય ધ્વજ લગાવેલા હતા. પરંતુ ખાલિસ્તાની વિરોધીઓ ત્યાં નારેબાજી કરવા […]

Top Stories World
લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન, હટાવ્યો ભારતનો ઝંડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લંડનની સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટરમાં ‘ભારત કી બાત સબકે સાથ’ કાર્યક્રમ દ્વારા વિશ્વને સંબોધવમ આવ્યું હતું. મોદી ગુરુવારે લંડનમાં કોમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લેશે. પરંતુ આ પહેલા જ એક મોટો વિવાદ શરુ થયો છે.

આ બેઠક યોજાવાની છે ત્યાં, બધા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્રીય ધ્વજ લગાવેલા હતા. પરંતુ ખાલિસ્તાની વિરોધીઓ ત્યાં નારેબાજી કરવા લાગ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ‘ત્રિરંગો’ ને દૂર કરી દીધો હતા. આ સમય દરમિયાન, તેઓએ ખાલિસ્તાની ધ્વજને લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, આ સમય દરમિયાન જ્યારે ભારતના રીપોર્ટર ત્યાં હાજર હતા તેઓએ તેમની સાથે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે તેમની સાથે પણ દુરુવ્યવહાર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાનનાં લંડનમાં પ્રવાસ દરમિયાન ઘણા પ્રકારનાં પ્રદર્શન થતા આવ્યા છે. આમાં, મહિલાઓની સલામતી, કઠુઆ બળાત્કારનો કેસને લઈને પણ પ્રદર્શન કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે દેશને વિકાસ, આતંકવાદ, રોજગાર અને વિદેશ નીતિ સહિતના તેમના વ્યક્તિગત અનુભવ પરના પ્રશ્નોના જવાબ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોમનવેલ્થ દેશોની બેઠકમાં હાજર રહેશે