Not Set/ ATM કેશ સંકટ : નાસિક પ્રેસમાં શાહી ખતમ હોવાના કારણે રોકવામાં આવ્યું ૫૦૦ રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ

નાસિક, છેલ્લા કેટલાક સમયથી દેશભરની બેંકોમાં કેશ કરન્સીનું સંકટ જોવા મળી રહ્યું છે. બેંકોના ATM મશીનોમાં કેશ રૂપિયાની ઉણપના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના આ કેશ સંકટ માંથી લોકોને રાહત આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ૨૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટનું મોટી સંખ્યામાં છાપકામ કરવામાં આવી રહ્યું […]

India
ssssfgd ATM કેશ સંકટ : નાસિક પ્રેસમાં શાહી ખતમ હોવાના કારણે રોકવામાં આવ્યું ૫૦૦ રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ

નાસિક,

છેલ્લા કેટલાક સમયથી દેશભરની બેંકોમાં કેશ કરન્સીનું સંકટ જોવા મળી રહ્યું છે. બેંકોના ATM મશીનોમાં કેશ રૂપિયાની ઉણપના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના આ કેશ સંકટ માંથી લોકોને રાહત આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ૨૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટનું મોટી સંખ્યામાં છાપકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેશ સંકટ વચ્ચે નાસિક નોટ પ્રેસમાં શાહી ખતમ હોવાના કારણે નોટોનું છાપકામ રોકવામાં આવ્યું છે અને સરકારને મોટો ફટકો પડ્યો છે.

પ્રિન્ટ ચેમ્બર લેબર ફેડરેશનના અધ્યક્ષ જગદીશ ગોડસેએ જણાવ્યું, “નોટોને છાપવા માટે જે શાહીનો ઉપયોગ થાય છે તેને બહારથી આયાત કરવામાં આવતી હોય છે. આ શાહી તાજેતરમાં ઉપલબ્ધ નથી, જેથી ૨૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટોનું છાપકામ રોકવામાં આવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું, “દેશમાં કેશની કમી કારણ શાહી ખતમ હોવાનું પણ હોઈ શકે છે. પરંતુ, તેઓએ પોતાની વાતમાં સ્પષ્ટ ન કર્યું હતું કે નોટોનું છાપકામ ક્યારથી બંધ છે.

તમને જણાવી દઈએ કે, આ ટીપ્પણી એ સમય પર આવી છે જયારે સરકાર દ્વારા એક દિવસ પહેલા જ ૫૦૦ રૂપિયાની નોટોની પ્રિન્ટને પાંચ ગણું વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

નવેમ્બરથી ૫૦૦ રૂપિયાની નોટ છાપવામાં આવી નથી

નાશિકની નોટ પ્રેસમાં ગત નવેમ્બર મહિનાથી ૫૦૦ રૂપિયાની નોટનું છાપકામ કરવામાં આવ્યું નથી. જયારે પ્રેસમાં એપ્રિલથી ૨૦૦, ૧૦૦ અને ૫૦ રૂપિયાના પ્રિન્ટીંગમાં ૪૪ ટકાનો ઘટાડો આવ્યો છે.

મીડિયા રિપોર્ટમાં સામે આવેલી માહિતી અનુસાર, પ્રેસ દ્વારા નોટોનું છાપકામ ૨૦૧૭-૧૮નો ટાર્ગેટ પૂરો કરવા માટે રોકી દીધી હતી. જયારે નાસિકની નોટ પ્રેસમાં આરબીઆઈ દ્વારા ૧૮ મિલિયન નોટ છાપવાનો ટાર્ગેટ આપ્યો હતો.

બીજી બાજુ ૨૦ અને ૧૦૦ રૂપિયાના નોટોનું છાપકામ ૧ એપ્રિલથી રોકવામાં આવ્યું હતું. જયારે ૨૦૦ રૂપિયાની નોટ અંગે વાત કરવામાં આવે તો, આરબીઆઈ દ્વારા મધ્યપ્રદેશ સ્તિથ નોટ પ્રેસ દેવાસને આ નોટના છાપકામનો આદેશ આપ્યો હતો ત્યારબાદ નાસિકમાં ૨૦૦ની નોટનું પ્રિન્ટીંગ રોકવામાં આવ્યું હતું.