Not Set/ ભારતમાં TikTok બેન થયા બાદ Snack Video એ કર્યો પગપેસારો

ચીન સાથે સરહદ વિવાદ વધ્યા પછી, ભારત સરકારે ડિજિટલ હડતાલ કરી હતી અને ત્રીજી વખત ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વખતે લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન પબજી સહિત 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ હોવા છતા, કેટલીક એપ્લિકેશનો છે જે એન્ડ્રોઇડ એપ્લિકેશન્સની સૂચિમાં શામેલ છે. આ એપ્લિકેશન્સમાં Snack Video, Zili અને Resso શામેલ છે. […]

World
8bd79fa0495d8bea1b3769d46ac724ac ભારતમાં TikTok બેન થયા બાદ Snack Video એ કર્યો પગપેસારો

ચીન સાથે સરહદ વિવાદ વધ્યા પછી, ભારત સરકારે ડિજિટલ હડતાલ કરી હતી અને ત્રીજી વખત ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વખતે લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન પબજી સહિત 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ હોવા છતા, કેટલીક એપ્લિકેશનો છે જે એન્ડ્રોઇડ એપ્લિકેશન્સની સૂચિમાં શામેલ છે. આ એપ્લિકેશન્સમાં Snack Video, Zili અને Resso શામેલ છે. આ સિવાય લુડો નામની એક એપ પણ ઘણી લોકપ્રિય છે.

આપને જણાવી દઇએ કે, ભારતમાં જૂનમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકાયા બાદ Snack Video એપ્લિકેશન ખૂબ લોકપ્રિય થઈ રહી છે. Snack Video એક સિંગાપોર આધારિત એપ્લિકેશન છે. તે ટિકટોક જેવુ જ વીડિયો મેકિંગ અને શેરિંગ પ્લેટફોર્મ છે. તેની મુખ્ય કંપની Kuaishou Technology છે. તે એક ચાઇનીઝ સોફ્ટવેર કંપની છે જેના પર સુપ્રસિદ્ધ ચાઇનીઝ ટેક કંપની Tencent ની માલિકી છે. ગૂગલ પ્લે સ્ટોર પર ટોચની ફ્રી એપ્લિકેશન્સની સૂચિમાં તે પ્રથમ નંબર પર છે.

આ પણ વાંચો – ચીનનાં તણાવ વચ્ચે યોગી સરકારે ચીની કંપનીઓને આપ્યો મોટો ઝટકો

Snack Video એપને અત્યાર સુધીમાં 2.3 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર 4.3 સ્ટાર રેટિંગ સાથે આ એપ ટોપ પર છે. જુલાઈ બાદથી આ એપને 80 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.