NEPAL/ નેપાળમાં નવા પીએમ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’: શેરબહાદુર દેઉબાનું પત્તુ કટ

નેપાળના રાજકારણમાં રવિવારનો ઘટનાક્રમ એકદમ નાટકીય રહ્યો હતો. બપોર સુધીમાં શેર બહાદુર દેઉબાના પીએમ બનવાનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ સીપીએન-માઓઈસ્ટ સેન્ટરના પ્રમુખ પુષ્પ કમલ દહલે નારાજ થઈને બેઠક છોડી દીધી અને ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી દીધી

Top Stories World
Nepal new pm Prachand નેપાળમાં નવા પીએમ પુષ્પકમલ દહલ 'પ્રચંડ': શેરબહાદુર દેઉબાનું પત્તુ કટ

નેપાળના (Nepal) રાજકારણમાં રવિવારનો ઘટનાક્રમ એકદમ નાટકીય રહ્યો હતો. બપોર સુધીમાં શેર બહાદુર દેઉબાના (Sher Bahadur Deuba) પીએમ બનવાનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ સીપીએન-માઓઈસ્ટ સેન્ટરના (CPM-Maoist) પ્રમુખ પુષ્પ કમલ દહલે (Pushp Kamah Dahal-Prachand) નારાજ થઈને બેઠક છોડી દીધી અને ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી દીધી. કેપી શર્મા ઓલીની (KP Sharma Oli)પાર્ટી સીપીએન-યુએમએલના (CPN-UML)સમર્થનથી પ્રચંડ હવે નેપાળના વડાપ્રધાન બન્યા છે.

નેપાળના રાષ્ટ્રપતિએ પુષ્પ કમલ દહલને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દહલ સોમવારે સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેવડાવશે. પુષ્પ કમલ દહલ પ્રચંડે નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને (Vidhyadevi Bhandari)સાંસદોના સમર્થનનો પત્ર પણ સોંપ્યો હતો. આ પત્રમાં બહુમત માટે પ્રચંડના સમર્થનમાં 165 સાંસદોની સહી છે.

નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ વડાપ્રધાન પદ માટે દાવેદારી કરવા માટે તમામ પક્ષોને આજ સુધીની સમયમર્યાદા આપી હતી. આ પછી પણ નેપાળી કોંગ્રેસ અને કેપી શર્મા ઓલીની પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધને દાવો રજૂ કર્યો ન હતો. એટલા માટે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સરકાર બનાવવાની વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી નથી.

તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા પુષ્પ કમલ દહલે કેપી શર્મા ઓલી સાથે હાથ મિલાવ્યા અને હવે નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓ સોમવારે સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે.

ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં વિપક્ષ CPN-UML, CPN-માઓવાદી કેન્દ્ર, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અને અન્ય નાના પક્ષોની એક મહત્વપૂર્ણ બેઠકમાં ‘પ્રચંડ’ના નેતૃત્વમાં સરકાર બનાવવા પર સહમતિ સધાઈ હતી.

સીપીએન-માઓવાદીના મહાસચિવ ગુરુંગે (Gurang) જણાવ્યું હતું કે કેપી શર્મા ઓલીની પાર્ટી સીપીએન-માઓવાદી અને અન્ય પક્ષો સાથે મળીને 165 સાંસદોની સહી સાથે રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને વડાપ્રધાન બનાવવાનો દાવો કરવા તૈયાર છે.

ઓલીના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી. ગુરુંગે કહ્યું હતું કે પત્ર રાષ્ટ્રપતિને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ બેઠક પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ઘરે થઈ હતી. બાલાકોટમાં યોજાયેલી આ બેઠકમાં ઓલી, પ્રચંડ, આરએસપી પ્રમુખ રવિ લામિછાને, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના વડા રાજેન્દ્ર લિંગડેન, જનતા સંકલન પાર્ટીના અધ્યક્ષ અશોક રાય અને અન્ય લોકોએ ભાગ લીધો હતો.

રોટેશનના આધારે પીએમ કરવામાં આવશે. આ બેઠકમાં પ્રચંડ અને ઓલી વચ્ચે રોટેશનના આધારે સરકારનું નેતૃત્વ કરવા માટે વાતચીત થઈ છે. પ્રચંડની માંગ મુજબ, ઓલી પ્રથમ તકે તેમને વડાપ્રધાન બનાવવા માટે સંમત થયા. નવા ગઠબંધનને 275 સભ્યોની સંસદમાંથી 165 સાંસદોનું સમર્થન છે. આ ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસને 275માંથી 89 બેઠકો, CPN-UMLને 78 બેઠકો અને CPN-Maoistને 32 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટીએ પણ 20 બેઠકો, જનતા સમાજવાદી પાર્ટીએ 12 બેઠકો અને જનમત પાર્ટીએ 6 બેઠકો પર જીત મેળવી છે.

આ પણ વાંચોઃ

COrona Testing/ UPમાં ચીનથી પરત આવેલો યુવક કોરોના સંક્રમિત, સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા

Russia Ukrain War/ ‘અમે આગમાં ઘી હોમી રહ્યા નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનનું મોટું નિવેદન