બોલિવુડ એક્ટર ઋષિ કપૂર પોતાના બેબાક નિવેદનને લઇને જાણીતા છે. કોઇ પણ વિષય પર તે પોતાની વાતને બેબાકીથી રજુ કરતા રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઋષિ કપૂરનું સ્વાસ્થ્ય ખરાબ છે. તે પોતાનો ઈલાઝ કરાવવા માટે ન્યૂયોર્કમાં છેલ્લા 8 મહિનાથી છે. જો કે ઘણા સમયથે એવી અટકળો સામે આવી રહી હતી કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે, જેને લઇને તે હવે જલ્દી જ ભારત પરત થઇ શકે છે. જો કે આ વચ્ચે તેમણે ખુદ ટ્વીટ કરતા પોતાના ફેનને હેરાન કરી દીધા હતા.
ઋષિ કપૂરે પોતાના ટ્વીટર એકાઉંન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. જેમા તેમણે પોતાનો દર્દ વ્યક્ત કર્યો છે. ઋષિ કપૂરે પોતાના સોશિયલ એકાઉંન્ટ પર લખ્યુ કે, “ આજે મને ન્યૂયોર્કમાં 8 મહિના થઇ ગયા છે. શું હુ ક્યારે ઘરે આવી શકીશ?” તેમના આ ઈમોશનલ પોસ્ટથ અંદાજો લગાવી શકાય છે કે તે જલ્દીથી પોતાના ઘરે આવવાની ઇચ્છા રાખી રહ્યા છે. તેમના આ ઈમોશનલ પોસ્ટને જોઇ ફેન પણ તેમની તબિયત જલ્દી જ સારી થાય તેની પ્રાર્થના કરી રહ્યા છે. બેબાક અંદાજ અને બેબાક નિવેદનથી તે દરેક સમયે પોતાના ફેનનાં હ્રદયમાં બની રહે છે. ત્યારે જલ્દી જ તેમનુ સ્વાસ્થ્ય સારુ થાય તેની કામના કરતા તેમના ફેન સામે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં પોતાનો ઈલાઝ કરવા ગયા હતા. ત્યારે પણ તેમણે સોશિયલ મીડિયામાં ન્યૂયોર્કમાં સારવાર માટે જઇ રહ્યો છુ હોવાની જાણકારી આપી હતી. બોલિવુડનાં ઘણા કલાકારો આ દરમિયાન ઋષિ કપૂરને મળવા ન્યૂયોર્ક ગયા હતા. જો કે તેમાથી કોઇએ પણ તેમના સ્વાસ્થ્યને લઇને કોઇ ચર્ચા કે જાણકારી આપી નહોતી. ઋષિ કપૂરની બિમારી વિશે ત્યારે લોકોને જાણ થઇ જ્યારે ફિલ્મમેકર રાહુલ રવૈલ તેમને મળ્યા અને ઋષિ કપૂરનાં કેંસરથી પીડિત હોવાની વાત સોશિયલ મીડિયા પર શેયર કરી. જો કે ત્યારબાદ ઋષિ કપૂરે પણ પોતાને કેંસર હોવાનુ સ્વીકાર્યુ હતુ. આપને જણાવી દઇએ કે આજે પણ ઋષિ કપૂરનાં ચાહકો તમને તમારા કાકા, પિતા, મામા કે ફુવાનાં રૂપમાં જોવા મળશે.