Not Set/ CM નાં રોડ બંદોબસ્ત વખતે ગૂમ ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી (CM) ની સુરક્ષા માટે રોડ બંદોબસ્ત અંતર્ગત ઇન્દ્રોડા સર્કલ પર તહેનાત કરાયેલ ત્રણ પોલીસ જવાનો સીએમનો કાફલો પસાર થવા સમયે પોતાને આપેલા પોઇન્ટ પર હાજર ન હતા. જે અંગે સીસીટીવી ફૂટેજના ચેકિંગમાં આ કર્મચારીઓ ફરજના બદલે વાહનમાં બેસી રહ્યા હતા. જેના સંદર્ભે ગાંધીનગર પોલીસના એએસપી વિજય પટેલે આ ત્રણેય કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Three policemen suspended for negligence on the duty at CM Convoy

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી (CM) ની સુરક્ષા માટે રોડ બંદોબસ્ત અંતર્ગત ઇન્દ્રોડા સર્કલ પર તહેનાત કરાયેલ ત્રણ પોલીસ જવાનો સીએમનો કાફલો પસાર થવા સમયે પોતાને આપેલા પોઇન્ટ પર હાજર ન હતા. જે અંગે સીસીટીવી ફૂટેજના ચેકિંગમાં આ કર્મચારીઓ ફરજના બદલે વાહનમાં બેસી રહ્યા હતા. જેના સંદર્ભે ગાંધીનગર પોલીસના એએસપી વિજય પટેલે આ ત્રણેય કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસના આદેશ કર્યા છે.

CM નો કાફલો નીકળ્યો ત્યારે ત્રણેય એક ગાડીમાં બેઠા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું  

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે બપોરના સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહ્યો હતો. જે અંગે તેમની રોડ સુરક્ષા માટે ગાંધીનગર પોલીસને મેસેજ આપીને વિવિધ પોલીસ કર્મચારીઓને સંબંધિત પોઈન્ટ ફાળવીને તેમને તેના પોઈન્ટ પર હાજર કરી દેવામાં આવ્યા હતા.

આ પોઈન્ટ ફાળવણીમાં ઇન્દ્રોડા સર્કલ સર્કલ પર ગાંધીનગરના સેકટર 7 (સાત) પોલીસ સ્ટેશનનાં એએસઆઈ જયંતીભાઈ  મુળજીભાઈ તથા ટ્રાફિક શાખાનાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તથા કોન્સ્ટેબલ જયમલભાઈ મુળાભાઈને રોડ બંદોબસ્તમાં હાજર રહેવાનું હતું. પરંતુ સીએમનો કાફલો પસાર થઇને આગળ વધી ગયો હોવા છતા આ ત્રણેય પોલીસ કર્મચારીઓ તેમના પોઇન્ટ પર હાજર થયા નહોતા.

આ અંગેની જાણ ગાંધીનગર પોલીસના એએસપી વિજય પટેલને થઈ હતી. જેના અંતર્ગત એએસપી વિજય પટેલે ઇન્દ્રોડા સર્કલનાં સીસીટીવી કેમેરાનું ચેકિંગ કર્યું હતું. આ સીસીટીવી કેમેરાના ફૂટેજના ચેકિંગમાં મુખ્યમંત્રીનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે આ ત્રણેય પોલીસ કર્મચારીઓ એક ગાડીમાં બેસી આરામ ફરમાવી રહ્યા હતા.

આ સીસીટીવી ફૂટેજના આધારે ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.