Not Set/ ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ : સેના દ્વારા જાહેર કરાયું ૨૧ આતંકવાદીઓનું હિટ લિસ્ટ, જુઓ

શ્રીનગર, રમઝાનના પવિત્ર માસ સમાપ્ત અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ હવે આતંકીઓ સામે સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આતંકીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી પવિત્ર અમરનાથ યાત્રા અને રાજ્યમાં આતંકી વિરોધી પ્રવૃત્તિઓને ડામવા […]

Top Stories India Trending
Master 2 1 ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ : સેના દ્વારા જાહેર કરાયું ૨૧ આતંકવાદીઓનું હિટ લિસ્ટ, જુઓ

શ્રીનગર,

રમઝાનના પવિત્ર માસ સમાપ્ત અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ હવે આતંકીઓ સામે સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આતંકીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી પવિત્ર અમરનાથ યાત્રા અને રાજ્યમાં આતંકી વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે સેના ૨૧ આતંકવાદીઓની એક યાદી જાહેર કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષાબળો દ્વારા ૨૧ ટોચના આતંકીઓના ખાત્મા માટે એક ઓપરેશન શરુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ આતંકીઓમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ૧૧ આતંકી, લશ્કર-એ-તૈયબાના ૭, જેશ-એ-મોહમ્મદના ૨ અને ૧ આતંકી અન્સાર ગાજવત ઉલ-હિંદ (એજીએચ)ના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દક્ષિણ કાશ્મીરના નૌશેરા ગામમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર (આઈએસજેકે)ના ચીફ દાઉદ અહમદ સલાફી અને અન્ય ત્રણ આતંકીઓને ઠાર કરાયા હતા અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ આ સેનાનું પ્રથમ ઓપરેશન હતું.

બીજી બાજુ ઇન્ટેલિજન્સ એન્જસીઓ દ્વારા આ ટોચના ૨૧ આતંકીઓ અંગે વધુમાં વધુ જાણકરી એકઠી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ કુલ ૨૧ આતંકીઓમાંથી ૬ આતંકીઓને A ++ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

આ A ++ કેટેગરી એ આધાર પર બનાવવામાં આવી છે, જેમાં આતંકીએ કોઈ પણ એક ઘટનામાં શામેલ રહ્યા છે અને કોઈ એક આતંકવાદી ક્ષેત્રમાં તેઓની પકડ છે.

૨૧ આતંકવાદીઓનું હિટ લિસ્ટ : 

Master 1 1 ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ : સેના દ્વારા જાહેર કરાયું ૨૧ આતંકવાદીઓનું હિટ લિસ્ટ, જુઓ Master 2 ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ : સેના દ્વારા જાહેર કરાયું ૨૧ આતંકવાદીઓનું હિટ લિસ્ટ, જુઓ