Ahmedabad/ વોડાફોન હાઉસમાં ચોરી મુદ્દે બે કર્મચારીની ધરપકડ, આઠ માસમાં જ કરી આટલા લાખની ચોરી..

વોડાફોન હાઉસમાં ચોરી મુદ્દે બે કર્મચારીની ધરપકડ, આઠ માસમાં જ કરી આટલા લાખની ચોરી..

Ahmedabad Top Stories Gujarat
KEVADIYA SAFARI પાર્ક 49 વોડાફોન હાઉસમાં ચોરી મુદ્દે બે કર્મચારીની ધરપકડ, આઠ માસમાં જ કરી આટલા લાખની ચોરી..

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

એક જુની કહેવત છે કે, ‘જીસ થાલી મે ખાયા ઉસી મે છેદ કીયા’.. આ કહેવતને યથાર્ત કરતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસે ખાનગી ટેલીકોમ કંપનીના બે કર્મચારીની ધરપકડ કરી છે. બન્ને આરોપી એ લોક ડાઉનના સમયમા 19 લાખની કિમતના 76 લેપટોપ ચોરી કર્યા હતા.  અને તે પાછળ કારણ માત્ર મોજશોખ પુરા કરવાના હતા. પરંતુ હવે બે આરોપીને ઝડપી પોલીસે જેલના સળીયા ગણતા કર્યા છે.

  • 76 લેપટોપ ચોરી થતા પોલીસે કરી ધરપકડ
  • ચોરીના 22 લેપટોપ અને આરોપીની કાર કરી કબ્જે

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ટેલીકોમ કંપની (વોડાફોન) માં લોકડાઉનના સમય દરમિયાન 19 લાખના 76 લેપટોપ ચોરી થયા હતા.  જે અંગેની ફરિયાદ સરખેજ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે તપાસના અંતે પોલીસે કંપનીના જ બે કર્મચારીની ધરપકડ કરી છે. કલ્પેશ પરમાર અને  મિત સરવૈયાની સરખેજ પોલીસે નોકર ચોરીના ગુનામાં ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 22 લેપટોપ કબ્જે કર્યા છે. ઉપરાંત આરોપીએ લેપટોપ વેચી જે કાર ખરીદી હતી તે પણ પોલીસે કબ્જે કરી છે.

Ahmedabad / શહેર પોલીસ માટે માસ્કનો ટાર્ગેટ માથાનો દુખાવો, તો પોલીસ કમિશ…

ખાનગી કંપનીમાં ચોરીની ફરિયાદ થતા પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યુ કે વોડાફોન હાઉસમાં હાલ 70થી 75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ પ્રિમાઇસીસ માં કર્મચારી સિવાયના કોઈને પણ એન્ટ્રી નથી. તેમ છતાંય અહીં મોટી ચોરી થતા કર્મચારીની સંડોવણી હોવાની શંકા હતી જેના આધારે પોલીસે સ્ટોર ઈન્ચાર્જ કલ્પેશ અને એન્જીનિયર મિતની પુછપરછ કરી.  ઉપરાંત રેકોર્ડ તપાસતા બન્ને આરોપીની ચોરીની પોલ ખુલી હતી.  આરોપીએ ચોરી કરી જે લેપટોપ વેચ્યા હતા. તે લેપટોપ પોલીસે કબ્જે કર્યા છે. અન્ય ચોરી થયેલ લેપટોપની પોલીસે તપાસ શરૂ કરી છે.

Covid-19 / છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ અમદાવાદીઓ…

Ahmedabad / પોલીસ સ્ટેશનથી 500 મી.અંતરે ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડ પર સ્ટ…

ઝડપાયેલ બન્ને આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે માત્ર મોજશોખ માટે તેઓ એ ચોરી કરી હતી. ઉપરાંત ઓફિસમાં અન્ય મિત્રો પાસે ગાડી હોવાથી તેઓએ ગાડી  ખરીદી હતી. અને તે ગાડી લઈ બન્ને મિત્રો મોજશોખ પુરા કરવા અન્ય રાજ્યોમાં પણ ફરવા ગયા હતા. જોકે આ ચોરીમાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

PARTY / પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓ…

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…