ગાંધીનગર/ ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

 ગાંધીનગર ખાતે ભારે અરાજકતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અરાજકતા માં ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. જેમાં ગુજરાત આપના નેતા ગોપાલ ઇટલીયાની પીઠ પર પણ સોટીના સોળ જોવા મળ્યા હતા. 

Top Stories Gujarat
stock arket 1 13 ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

પેપર લીક કૌભાંડ મુદ્દે AAP નાં કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે આવેલા કમલમમાં વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. જયાં વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં ભાજપના મહિલા મોરચા દ્વારા આપ નેતા ઇસુદાન ગઢવી વિરુધ્ધ ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા.

ભાજપના મહિલા મોરચા જણાવ્યા અનુસાર આપના નેતાએ ભાજપની મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. આપ ના નેતા અને કાર્યકરોએ ભાજપની મહિલા કાર્યકરો સાથે ઝપાઝપી કરી હતી. તો સાથે નશાની હાલતમાં મહિલાઓની છેડતી કરી હોવાના પણ આરોપ મૂકવામાં આવ્યા હતા.

 આ મુદ્દે ઇસુદાન ગઢવીનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જનો પ્રાથમિક રપોર્ટ આવી ગયો છે. અને ઇસુદાન ગઢવી એ કોઈ દારૂ પીધો નથી તે આંશિક રીતે સ્પષ્ટ થી ગયું છે.  જો કે હજુ બ્લડ રિપોર્ટ આવવાના બાકી છે. ભાજપ મહિલા મોરચા દ્વારા
ઈસુદાન પર નશો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક રિપોર્ટમાં કોઈ પુરાવા  મળ્યા નથી.

ઇસુદાન ગઢવીને સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં મીડિયાકર્મી  ત્યાં પણ કવરેજ માટે પહોંચ્યા હતા. જો કે ગાંધીનગર સિવિલ ખાતે  મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ખાનગી ચેનલના પત્રકાર સાથે ઝપાઝપી ના દ્રશ્યો જોવા મળ્યા હતા.  કવરેજ માટે ગયેલા પત્રકારને પકડ્ય પણ હતા. અને પત્રકાર સાથે ધક્કામુક્કી કરી અપશબ્દો કહ્યા હતા.

stock arket 1 8 ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

 ગાંધીનગર ખાતે ભારે અરાજકતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અરાજકતા માં ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા. જેમાં ગુજરાત આપના નેતા ગોપાલ ઇટલીયાની પીઠ પર પણ સોટીના સોળ જોવા મળ્યા હતા.

stock arket 1 9 ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

આ સરજક્તા દરમિયાન આપના મહિલા કાર્યકર્તા અરધબેભાન અવસ્થામાં મુકાઇ ગયા હતા.

stock arket 1 10 ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

stock arket 1 11 ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

આપ ના કાર્યકર  અને નેતાઓને ઢસડીને લઈ જવામાં આવ્યા હતા.

stock arket 1 12 ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ

સર્જાયેલી આ અરાજકતા માં આપના કાર્યક્રનું માથું પણ ફૂટી ગયું હતું. અને મોટી માત્રા માં  લોહી વહી રહ્યું હતું. 

આ સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ  કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર બર્બરતાપૂર્ણ હુમલો નિંદનીય છે, જનતાના હકના અવાજને લાકડી-દંડાઓ કે સરમુખત્યારશાહીથી દબાવી શકાય નહીં.

આપના કમલમ પર હલ્લાબોલ મામલામાં ગાંધીનગર પોલીસે 70 લોકો પર ગુન્હો દાખલ કર્યો છે. તમામને આવતીકાલે કોર્ટમાં  રજુ કરવામાં આવશે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી, સહીત 500 ના ટોળા સામે FIR પણ નોંધવામાં આવી છે. જેમાં કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે

આપને જણાવી દઇએ કે, આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે AAP નાં કાર્યકર્તાઓ પેપર લીક મુદ્દે ગાંધીનગરનાં કમલમ ખાતે ચેતવણી પત્ર આપવા માટે પહોંચ્યા હતા. AAPનાં કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ AAP નાં કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હોવાની પહેલાથી જ જાણ હોય તેમ પોલીસ મોટી સંખ્યામાં ત્યા હાજર હતી અને આ વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે તેમણે AAP નાં કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ઘણા AAP કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ દરમિયાન ઘટના સ્થળે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીનાં યુવા પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ વિગેરે હાજર હતા.